________________
૮૮૮
બાવીસ પરીષહો નિષેધિકી એ જ પરીષહ તે નૈષેલિકીપરીષહ.
(૧૧) શધ્યાપરીષહ - જેમાં સુવાય તે શવ્યા એટલે ઉપાશ્રય. શય્યા એ જ પરીષહ તે શવ્યાપરીષહ.
(૧૨) આક્રોશપરીષહ - આક્રોશ એટલે ખોટું બોલવું. આક્રોશ એ જ પરીષહ તે આક્રોશપરીષહ.
(૧૩) વધપરીષહ - વધ એટલે હણવું. વધ એ જ પરીષહ તે વધારીષહ. (૧૪) પાંચાપરીષહ - યાંચા એટલે પ્રાર્થના. વાંચા એ જ પરીષહ તે વાંચાપરીષહ.
(૧૫) અલાભપરીષહ - મળવું તે લાભ. લાભનો અભાવ તે અલાભ, એટલે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થવી. અલાભ એ જ પરીષહ તે આલાભપરીષહ.
(૧૬) રોગપરીષહ - કોઢ વગેરે રોગ રૂપ પરીષહ તે રોગપરીષહ.
(૧૭) તૃણસ્પર્શપરીષહ- તરે તે તૃણ. 7 ધાતુને ઉણાદિનો પ્રત્યય લાગીને અને ત્રઢ હ્રસ્વ થઈને તૂળ શબ્દ બન્યો. તૃણનો સ્પર્શ તે તૃણસ્પર્શ. તૃણસ્પર્શ એ જ પરીષહ તે તૃણસ્પર્શપરીષહ.
(૧૮) મલપરીષહ- મલ એ જ પરીષહ તે મલપરીષહ.
(૧૯) સત્કારપુરસ્કાર પરીષહ - સત્કાર એટલે વસ્ત્ર વગેરેથી પૂજવું. પુરસ્કાર એટલે ઊભા થવું, આસન આપવું વગેરે. સત્કાર અને પુરસ્કાર તે સત્કારપુરસ્કાર. અથવા અહીં સત્કાર એટલે ઊભા થવું, વંદન કરવું, આસન આપવું વગેરે રૂપ બધી સેવા. તેનાથી આગળ કરવું તે સત્કારપુરસ્કાર. સત્કારપુરસ્કાર એ જ પરીષહ તે સત્કારપુરસ્કારપરીષહ.
(૨૦-૨૧) પ્રજ્ઞાપરીષહ - અજ્ઞાનપરીષહ - આ બન્નેનો અર્થ પૂર્વે કહ્યો છે. જેનાથી વસ્તુનું સ્વરૂપ જણાય છે તે પ્રજ્ઞા એટલે પોતે વિચારીને થયેલું વસ્તુનું જ્ઞાન. જેનાથી વસ્તુનું સ્વરૂપ જણાય તે જ્ઞાન એટલે સામાન્યથી મતિજ્ઞાન વગેરે. જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન.
(૨૨) દર્શનપરીષહ - દર્શન એટલે સમ્યગ્દર્શન. દર્શનને જ ક્રિયાવાદી વગેરેના વિચિત્ર મત સાંભળવા છતાં પણ સારી રીતે સહન કરવું એટલે કે નિશ્ચલ રીતે ધારણ કરવું તે દર્શનપરીષહ. અથવા દર્શન શબ્દથી અહીં દર્શનની મૂંઝવણનું કારણ આલોક-પરલોક સંબંધી ફળ ન દેખાવા વગેરે લેવાય છે. તેથી તે જ પરીષહ તે દર્શનપરીષહ.
અહીં બધા પરીષહોમાં સુધાપરીષહ જ મુશ્કેલીથી સહન થાય એવો છે. એટલે પહેલા તેને જ કહે છે –