________________
બાવીસ પરીષહો
૮૯૯ દર્શનમોહનીયમાં નિયમથી એક દર્શન પરીષહ થાય છે. બાકીના અગ્યાર પરીષહો વેદનીયમાં થાય છે. (૭૭)
તે અગ્યાર પરીષહો ક્યા છે તે કહે છે -
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ - આ અગ્યાર પરીષદો વેદનીયકર્મના ઉદયથી થાય છે. (૭૮)
હવે પુરુષમાં સમવતાર કહે છે –
પહેલા ગુણઠાણાથી બાદર સંપરાય ગુણઠાણા સુધી બધા ય પરીષદો સંભવે છે. સૂક્ષ્મસંપરાય ગુણઠાણે ચૌદ પરીષહો સંભવે છે, કેમકે ચારિત્રમોહનીય સંબંધી સાત પરીષહો અને દર્શનમોહનીય સંબંધી એક પરીષહ ત્યાં સંભવતાં નથી. છદ્મસ્થ વીતરાગ ગુણઠાણે ચૌદ પરીષદો સંભવે છે. કેવળીને અગ્યાર પરીષહો સંભવે છે, કેમકે વેદનીય સંબંધી સુધા વગેરે પરીષહો જ ત્યાં સંભવે છે. (૭૯).
એક જીવમાં એકસાથે ઉત્કૃષ્ટથી વિસ પરીષહો હોય છે અને જઘન્યથી એક પરીષહ હોય. પ્રશ્ન - ઉત્કૃષ્ટથી એક જીવમાં બાવીસે પરીષહો કેમ ન હોય ? જવાબ - શીત-ઉષ્ણ પરીષહો એકસાથે ન હોય. ચર્યા-નૈવિકી પરીષહો એકસાથે ન હોય. કેમકે આ પરીષહો એક-બીજાનો પરિહાર કરીને પોતાની સ્થિતિ કરનારા છે. તે આ પ્રમાણે - ગરમીમાં ઠંડી ન હોય, ઠંડીમાં ગરમી ન હોય, ચર્યામાં નૈષધિકી ન હોય, નૈષેવિકીમાં ચર્યા ન હોય. આમ આ પરીષહો એકસાથે સંભવતાં ન હોવાથી ઉત્કૃષ્ટથી પણ એકસાથે બાવીસ પરીષહો સંભવતાં નથી. પ્રશ્ન - નૈષેલિકીની જેમ શય્યા પણ ચર્યાની વિરોધી છે ને ? જવાબ - નિરોધની બાધા વગેરેને લીધે શયામાં આટા મારવા વગેરેનો પણ સંભવ છે. નૈવિકી એટલે તો સ્વાધ્યાય વગેરેની ભૂમિ. તે સ્વાધ્યાય વગેરે તો પ્રાય: સ્થિતરતામાં કરવાની અનુજ્ઞા છે. માટે નૈષેલિકીનો જ ચર્યાની સાથે વિરોધ છે. (૮૨)
ગુરુ આ બાવીસ પરીષહોને સારી રીતે સહન કરે છે.
“કષાયને વશ રહેલા આત્મા વડે જે બંધાય છે તે ગ્રંથ, અથવા જે આત્માને કર્મ સાથે બાંધે છે તે ગ્રંથ. ગ્રંથ (ગાંઠ) બે પ્રકારનો છે – અંદરનો અને બહારનો. તેમાં અંદરનો ગ્રંથ મિથ્યાત્વ વગેરે ચૌદ પ્રકારનો છે અને બહારનો ગ્રંથ ધન વગેરે દસ પ્રકારનો કહેવાય છે.” (૭૨૦ મા શ્લોકની વૃત્તિ) – પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં ગ્રન્થના સ્વરૂપ અને ભેદો આ પ્રમાણે બતાવ્યા છે.
અંદરનો ગ્રન્થ ચૌદ પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧ મિથ્યાત્વ, ર પુરુષવેદ, ૩