________________
બાવીસ પરીષહો
૮૯૭ વિચાર કરી શકતો ન હોવાથી પોતે નહીં જાણતો “મારું આ અજ્ઞાન ક્યાંથી ?' એમ વિચારતો ગુરુવચનને અનુસરીને પોતે જ પોતાને કહે છે, “નક્કી...” બાકીનું પૂર્વેની જેમ.
(૪૦)
પ્રજ્ઞા એ વિશેષ પ્રકારના જ્ઞાનરૂપ છે. તેથી વિરુદ્ધ અજ્ઞાન છે. તેથી હવે અજ્ઞાનપરીષહને કહે છે. તે અજ્ઞાન પણ ભાવ અને અભાવ વડે બે પ્રકારે છે. તેમાં ભાવપક્ષને આશ્રયીને આ કહેવાય છે –
અબ્રહ્મથી નિવૃત્ત થયો અને ઇન્દ્રિય-નોઇન્દ્રિયને સારી રીતે નિયંત્રિત કરી તે નકામુ થયું કેમકે હું વસ્તુના સારા કે ખરાબ સ્વભાવને સ્પષ્ટ રીતે જાણતો નથી, અથવા મોક્ષના કારણરૂપ ધર્મને અને નરકના કારણરૂપ પાપને સ્પષ્ટ રીતે જાણતો નથી. કહેવાનો આશય આવો છે – જો વિરતિ સાર્થક હોત તો મારું અજ્ઞાન ન હોત.' બીજા આશ્રવોની વિરતિ પણ હોવા છતાં અબ્રહ્મની જ વિરતિ લીધી તે અબ્રહ્મ જ અતિઆસક્તિનું કારણ હોવાથી મુશ્કેલીથી ત્યજાય એવું હોવાથી. કહ્યું છે કે, “આ કામો દુઃખેથી ત્યજાય એવા છે.” (૪૨)
કચાચ સામાન્ય ચર્યાથી જ ફળ ન મળે, એટલે કહે છે -
સામાન્યચર્યાથી વિચરતા તો મારા જ્ઞાનાવરણ વગેરે કર્મો દૂર ન થયા પણ ભદ્રતા, મહાભદ્રતા વગેરે રૂપ તપ, આગમના ઉપચારરૂપ આયંબિલ વગેરે ઉપધાન અને માસિકી (૧ માસની) વગેરે સાધુની પ્રતિમાને સ્વીકારીને – આમ વિશેષ ચર્યા વડે પણ પ્રતિબંધ વિના અનિયત રીતે વિચરતા પણ મારા જ્ઞાનાવરણ વગેરે કર્મ દૂર નથી થતા – એમ ન વિચારવું. અજ્ઞાનના અભાવના પક્ષમાં તો પોતે બધા શાસ્ત્રોના અર્થરૂપી સુવર્ણ માટે કષપથ્થર સમાન હોવા છતાં પણ પોતે અભિમાનથી ભરપૂર મનવાળો ન થાય, પણ
પૂર્વના પુરુષસિંહોના વિજ્ઞાનઅતિશયના અનંતસાગરને સાંભળીને હાલના મનુષ્યો શી રીતે પોતાની બુદ્ધિથી મદ કરે ? (૧)' આમ વિચારીને અભિમાન વિનાનો થઈને આ પ્રમાણે વિચારે – બન્ને ગાથાઓની અક્ષરગમનિકા એ જ પ્રમાણે છે પણ અર્થમાં ફરક છે – નિરર્થક એવા બુદ્ધિના અભિમાનમાં રત, મૈથુનથી સારી રીતે અટકેલ એવો હું ધર્મ અને પાપને સાક્ષાત્ જાણતો નથી, કહેવાનો અભિપ્રાય આવો છે – “જે એકને જાણે છે તે બધાને જાણે છે. જે બધાને જાણે છે તે એકને જાણે છે.” આ શાસ્ત્રવચનથી છદ્મસ્થ એવો હું એક પણ વસ્તુના સ્વરૂપરૂપી ધર્મને વાસ્તવમાં જાણતો નથી. તેથી વસ્તુના સ્વભાવને જણાવનારું સાક્ષાત્ વિજ્ઞાન જો નથી તો બંધ વસ્તુના સ્વરૂપના આ જ્ઞાનથી શું અભિમાન કરવું? તથા કર્મોને દૂર કરવાના તપ, ઉપધાન વગેરે હેતુઓ વડે દૂર કરવા અશક્ય એવા કર્મોરૂપી ભયંકર શત્રુઓનો પ્રભાવ હોતે છતે મારે અભિમાન કરવાનો ક્યો અવસર છે? (૪૩)