________________
૯૦૦
ચૌદ પ્રકારના અત્યંતર ગ્રંથો સ્ત્રીવેદ, ૪ નપુંસકવેદ, ૫ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ ભય, ૯ શોક, ૧૦ જુગુપ્સા, ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા અને ૧૪ લોભ. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે.
ગાથાર્થ - મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્ય વગેરે છે, અને ક્રોધ વગેરે ચાર - આ ચૌદ અત્યંતર ગ્રન્થ જાણવા. (૭૨૧)
ટીકાર્ય - હવે ચૌદ પ્રકારના અત્યંતર ગ્રન્થને બતાવવા માટે કહે છે – મિથ્યાત્વ એટલે તત્ત્વભૂત (વાસ્તવિક) પદાર્થની અશ્રદ્ધા. ત્રણ વેદ એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. હાસ્ય વગેરે છે એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા જાણવા. હાસ્ય એટલે વિસ્મય વગેરેમાં મુખને વિકસાવવું. રતિ એટલે અસંયમમાં પ્રીતિ. અરતિ એટલે સંયમમાં અપ્રીતિએ કહ્યું છે કે, “અરતિ સંયમમાં થાય છે અને રતિ સંયમમાં થાય છે.” ભય એટલે આલોકભય વગેરે સાત પ્રકારના ભયો. શોક એટલે ઈષ્ટના વિયોગથી થતું માનસિક દુઃખ. જુગુપ્સા એટલે અસ્નાન વગેરેથી મલિન શરીરવાળા મુનિની હલના કરવી. કહ્યું છે કે, “અસ્નાન વગેરે વડે સાધુની જુગુપ્સા કરે તે જુગુપ્સા.” ક્રોધ વગેરે ચાર એટલે ક્રોધ, માન, માયા અને લોભ. આ ચૌદ અંદરના ગ્રન્થો છે (૭૨૧)
ગુરુ આ ચૌદ અંદરના ગ્રન્થોને ત્યજે છે.
આમ છત્રીસ ગુણોના સમૂહથી યુક્ત ગુરુ જગતનો દોષના કાદવમાંથી ઉદ્ધાર કરો. (૨૭)
આમ છવ્વીસમી છત્રીસી સમાપ્ત થઈ.
+ जे धम्मिया ते खलु सेवियव्वा, जे पंडिया ते खलु पुच्छियव्वा । जे साहुणो ते अभिवंदियव्वा, जे निम्ममा ते पडिलाभियव्वा ॥
જે ધાર્મિક હોય તેમની સેવા કરવી. જે પંડિતો હોય તેમને પૂછવું. જે સાધુઓ હોય તેમનું અભિવાદન કરવું (નમસ્કાર કરવો). જે નિર્મમ હોય તેમને વહોરાવવું. दाणं दरिहस्स पहुस्स खंति, इच्छानिरोहो य सुहोइयस्स । तारुन्नए इंदियनिग्गहो य, चत्तारि एआणि सुदुक्कराणि ॥
દરિદ્રનું દાન, સમર્થની ક્ષમા, સુખીની ઇચ્છાનિરોધ અને યુવાનીમાં ઇન્દ્રિયોનો નિગ્રહ-આ ચાર બાબત ખૂબ દુષ્કર છે.