________________
બાવીસ પરીષહો
૮૮૯ ભૂખથી થતા બધા શરીરના તાપને કારણે તપસ્વી અને બળવાળો સાધુ ફળ વગેરેને પોતે છેદે નહીં, બીજા પાસે છેદાવે નહીં, છેદનારા બીજાને સારો માને નહીં, પોતે રાંધે નહીં, બીજા પાસે રંધાવે નહીં, રાંધનારા બીજાને સારો માને નહીં, પોતે ખરીદે નહીં, બીજા પાસે ખરીદાવે નહીં, ખરીદનારા બીજાને સારો માને નહીં. દિગિછાપરિતાપ એ છેદવું વગેરે ક્રિયાનો હેતુ હોવાથી તેને હેતુ અર્થમાં ત્રીજી વિભક્તિ લાગી છે. “જિંછરિતે રે એ પાઠાંતર પ્રમાણે “ભૂખથી શરીર વ્યાપે છતે એવો અર્થ થાય. જેની પાસે અતિશય તપ હોય તે તપસ્વી. તપસ્ ને અતિશય અર્થમાં જીવન પ્રત્યય લાગી તપસ્વિન શબ્દ બન્યો. તપસ્વી એટલે વિકૃષ્ટ એવા અટ્ટમ વગેરે તપ કરનારો. તપસ્વી ગૃહસ્થ વગેરે પણ હોય છે. માટે ભિક્ષુ એટલે સાધુ કહ્યો. બળવાળો એટલે સંયમ સંબંધી બળવાળો. અહીં “ઘણા” કે “સારા” અર્થમાં તુન્ પ્રત્યય લાગ્યો છે. છેદવું એ હણવાનું ઉપલક્ષણ હોવાથી ભૂખથી પીડાયેલો હોવા છતાં પણ નવ કોટીની શુદ્ધિને બાધિત ન કરે. (૨)
સુધાપરીષહ કહ્યો. આ રીતે સહન કરનારાને કે ઓછો આહાર મળ્યો હોવાથી એષણીય આહાર માટે ફરનારાને શ્રમ વગેરેને લીધે અવશ્ય તરસ લાગે છે. તે તરસ બરાબર સહન કરવી. એટલે પિપાસાપરીષહને કહે છે –
સુધાપરીષહ પછી કે ઉપર કહેલા વિશેષણોવાળો તે, તરસથી પીડાયેલો અનાચારની જુગુપ્સાવાળો, જેણે પાંચ આશ્રવો વગેરેથી અટકવા રૂપ સંયમ મેળવ્યું છે એવો સાધુ ઠંડા એટલે કે સ્વરૂપમાં રહેલા એટલે કે પોતાના વગેરે શસ્ત્રોથી નહીં હણાયેલા એટલે કે અચિત્ત નહીં થયેલા પાણીને ન પીએ, પણ અગ્નિથી અચિત્ત કરાયેલા પાણીની ગવેષણા માટે તેવા કુળોમાં ફરે અથવા અગ્નિથી અચિત્ત કરાયેલા પાણીની એષણાસમિતિને વારંવાર સેવે એટલે કે એકવાર એષણાની અશુદ્ધિ થવા પર તરસ વધી જવાથી અનેષણીયને ગ્રહણ કરીને એષણાસમિતિનું ઉલ્લંઘન ન કરે. વર્ ધાતુ “વારંવાર સેવવું' એવા અર્થમાં પણ દેખાય છે. નક્કસંગમે” એવા પાઠાંતરે સારી રીતે અભ્યાસ કરાયા હોવાથી આત્મસાત્ થયેલા એવા લજ્જા અને સંયમથી અભિન્ન તે જ લજ્જાસંયમ, “તજ્ઞાસંગા' એમ કહેવાય છે ત્યાં જે લજ્જાથી સારી રીતે યત્ન કરે છે એટલે કે કૃત્ય પ્રત્યે આદરવાળો થાય છે તે લજ્જાસંયત. બધા ધાતુ પર્ વગેરે ધાતુના અર્થમાં દેખાય છે. (૪)
આમ પિપાસાપરીષહ જાણ્યો. સુધા અને પિપાસા પરીષહોથી કૃશ થયેલા શરીરવાળાને ઠંડાકાળમાં અવશ્ય ઠંડી લાગે છે. માટે શીતપરીષહ કહે છે –
એક ગામથી બીજે ગામ કે મોક્ષમાર્ગે ચાલનારા કે ધર્મને સેવનારા, અગ્નિના સમારંભ વગેરથી અટકેલા કે કામક્રીડા વિનાના, સ્નાન-સ્નિગ્ધ ભોજન વગેરેના ત્યાગથી લુખા