________________
બાવીસ પરીષહો
૮૯૩ તે શ્મશાન. પાણિની વ્યાકરણના સૂત્ર પાલાર થી આ શબ્દ બન્યો. કૂતરાઓ માટે હિતકારી એ વાક્યમાં પાણિની વ્યાકરણના સૂત્ર પાલાર થી ય પ્રત્યય લાગે, સંપ્રસારણ થાય અને સ્વર દીર્ઘ થાય. તેથી શૂન્ય શબ્દ બને. જે કપાય તે વૃક્ષ. (૨૦)
નૈષેલિકીસ્થાનમાં સ્વાધ્યાય વગેરે કરીને શય્યા તરફ પાછો આવે માટે શઠાપરીષહને કહે છે –
જે ઉપર લેપાયેલી હોય તે ઉચ્ચ. અથવા ઠંડી-ગરમીનું નિવારણ કરવું વગેરે ગુણો વડે જે બીજી વસતિઓ કરતા ઉપર રહેલી હોય તે ઉચ્ચ. તેનાથી વિપરીત હોય તે અવચ. ઉચ્ચ અને અવચ એટલે ઉચ્ચાવચ. અથવા ઉચ્ચાવચ એટલે ભિન્ન ભિન્ન પ્રકારની. એવી વસતિઓ વડે ઠંડી-ગરમી વગેરેને સહન કરવાના સામર્થ્યવાળો તપસ્વી સાધુ સ્વાધ્યાય વગેરેના સમયને ઓળંગીને “અહીં હું ઠંડી વગેરેથી પીડાઉ છું” એમ વિચારી અન્ય સ્થાનમાં ન જાય, અથવા અન્ય સિદ્ધાંતો કરતા ચઢિયાતી સમતારૂપી મર્યાદાને હર્ષ-શોક વગેરે વડે ઓળંગે નહીં. ઉચ્ચ વસતિ મળે તો “અરે ! હું ભાગ્યશાળી છું કે જે મને આવી બધી ઋતુઓમાં સુખ આપનારી શય્યા મળી.” એ પ્રમાણે હર્ષ ન કરે. ખરાબ વસતિ મળે તો અરે ! હું કમભાગી છું કે મને ઠંડી વગેરેનું નિવારણ કરી શકે એવી વસતિ મળતી નથી.” એમ શોક ન કરે. પાપદૃષ્ટિવાળો તે મર્યાદાને ઓળંગે છે. (૨૨).
વસતિમાં રહેલો સાધુ તેના ઉપદ્રવમાં પણ ઉદાસીન રહે તો તેવા પ્રકારનો શય્યાતર કે બીજો કોઈ આક્રોશ કરે. માટે આક્રોશપરીષહને કહે છે –
અધર્મી વ્યક્તિ કે અન્ય વ્યક્તિ સાધુનો “હે મુંડિયા ! ધિક્કાર થાઓ તને. તું અહીં શા માટે આવ્યો છે?' એમ તિરસ્કાર કરે તો બદલો લેવા માટે તિરસ્કાર કરીને બળે નહીં, એટલે કે બદલો લેવા માટે શરીરમાં દાહ થવો, શરીર લાલ થવું, સામો આક્રોશ કરવો, પ્રહાર કરવો વગેરે વડે અગ્નિની જેમ બળે નહીં, સંજ્વલન ક્રોધ પણ ન કરે. જો ગુસ્સાથી બળે તો અજ્ઞાનીઓની સમાન થાય છે, તેવા સાધુની જેમ - ગુણોથી આકર્ષિત કોઈ દેવી સાધુને હંમેશા વંદન કરતી હતી અને કહેતી હતી – “મને કામ કહેજો.” એકવાર તે સાધુ એક બ્રાહ્મણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે બળવાન બ્રાહ્મણે ભૂખથી કુશ શરીરવાળા સાધુને જમીન પર પાડ્યો અને માર્યો. રાતે દેવી વંદન કરવા આવી. સાધુ મૌન છે. દેવીએ કહ્યું, “શું મારાથી કોઈ અપરાધ થયો છે?” તે બોલ્યો, “મારા પર અપકાર કરનારા તે દુષ્ટ આત્માને તે કંઈ ન કર્યું?” દેવી બોલી – “મને ખબર ન પડી કે આમાં સાધુ કોણ છે અને બ્રાહ્મણ કોણ છે? કેમકે ગુસ્સામાં બન્ને સરખા લગતા હતા.” તેથી “સારી પ્રેરણા છે.” એમ વિચારી સાધુએ સ્વીકાર્યું. કહેલી વાતનું નિગમન કરવા કહે છે - જે કારણથી ગુસ્સો કરનાર અજ્ઞાનીને સમાન થઈ