________________
બાવીસ પરીષહો
૮૯૧
અંતર્ભાવ થવાથી અને વા શબ્દનો અધ્યાહાર લેવાથી ‘અથવા યોદ્ધાની જેમ' એવો અર્થ થયો. (૧૦)
ડાંસ, મચ્છરો વગેરેથી પીડાતો સાધુ વસ્રરહિત હોવાથી વસ્ત્ર, કામળી વગેરે શોધવામાં તત્પર ન થાય એમ અચેલ પરીષહ કહે છે -
વસ્ત્રો ચારે બાજુથી જીર્ણ થઈ જાય ત્યારે સાધુ એમ ન વિચા૨ે કે, ‘આ વસ્ત્રો થોડા દિવસ ટકશે. પછી હું વસ્રરહિત થઈ જઈશ.' અથવા ‘જીર્ણવસવાળા મને જોઈને કોઈ શ્રાવક સારા વસ્ત્રો આપશે.' કહેવાનો ભાવ આવો છે - વસ્ત્રો જીર્ણ થઈ જાય ત્યારે ‘મારી પાસે પહેલા વહોરેલું બીજું વસ્ત્ર નથી અને વસ્ત્ર વહોરાવનાર તેવા કોઈ દાતા નથી.’ એમ વિચારી સાધુ દીનતા ન કરે અને બીજું વસ્ત્ર મળવાની સંભાવનાથી મનમાં આનંદ ન પામે. (૧૨)
કોઈ પણ પ્રતિબંધ વિના વિચરનારા જીર્ણ વસ્રવાળા સાધુને ઠંડી વગેરેથી પીડા થવા પર અરિત પણ થાય. માટે અતિપરીષહને કહે છે -
બુદ્ધિ વગેરે ગુણોને ખાઈ જાય તે ગામ. જ્યાં જવાની ઇચ્છા હોય તે ગામ. અનુગામ એટલે રસ્તામાં આવતું ગામ, બીજા રસ્તે જવાનું કોઈ કારણ ન હોવાથી. અથવા મોટું હોય તે ગામ અને નાનું હોય તે અનુગામ. ગામ અને અનુગામ તે ગામાનુગામ. અથવા ગામાનુગામ એટલે એક ગામમાંથી બીજા ગામમાં ત્યાંથી અન્ય ગામમાં, ઉપલક્ષણથી નગર વગેરેમાં વિચરતા, જેની પાસે પ્રતિબંધના કારણભૂત ધન, સોનું વગેરે કંઈ પણ નથી તેવા નિષ્પરિગ્રહી સાધુને મનમાં અતિ થાય તો તે અરતિપરીષહને સહન કરે. (૧૪)
જેને સંયમમાં અતિ થઈ છે એવા સાધુને સ્ત્રીઓ નિમંત્રણ કરે એટલે તેમની ઇચ્છા થાય. એથી સ્ત્રીપરીષહને કહે છે -
રાગ વગેરેના વશમાં રહેલા જીવો જેમાં આસક્ત થાય તે સંગ. તિતિલોક વગેરે ત્રણે લોકમાં જે મનુષ્યસંબંધી, દેવસંબંધી કે તિર્યંચસંબંધી સ્ત્રીઓ છે તે સંગ છે, કેમકે તેણીઓ હાવભાવ વગેરેથી મનુષ્યોને અત્યંત આસક્ત કરે છે, બાકી મનુષ્યો ગીત વગેરેમાં પણ આસક્ત થાય જ છે. અહીં મનુષ્યો લીધા કેમકે પ્રજ્ઞાપના વગેરેમાં મનુષ્યોને જ અતિશય મૈથુનસંજ્ઞા કહી છે. એથી જે સાધુએ આ સ્ત્રીઓને બધી રીતે જાણી છે એટલે કે શરિજ્ઞાથી આલોક અને પરલોકમાં મોટા નુકસાનના કારણ તરીકે જાણી છે, આગમમાં કહ્યું છે કે, ‘વિભૂષા, સ્ત્રીનો સંસર્ગ અને પ્રણીત (જેમાંથી વિગઈ ઝરતી હોય તેવા) રસવાળું ભોજન
આ ત્રણ વસ્તુઓ આત્માને (આત્મગુણોને) શોધનારા માટે તાલપુટ વિષ જેવી છે. (૧)’ અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેમનો ત્યાગ કર્યો છે તેનું ચારિત્ર સારી રીતે પળાયેલું છે અથવા