________________
૮૯૨
બાવીસ પરીષહો સુખેથી પાળી શકાય એવું છે. કહેવાનો ભાવ આવો છે - ચારિત્ર એટલે પાપના કારણોનો ત્યાગ. હકીકતમાં રાગ-દ્વેષ જ કારણો છે. ઉપર કહ્યા પ્રમાણે સ્ત્રી સિવાય બીજું કોઈ તે રાગ-દ્વેષનું મૂળ નથી. તેથી સ્ત્રીના ત્યાગથી જ ચારિત્ર સારી રીતે પળાય છે. કહેલી નીતિ પ્રમાણે સ્ત્રીઓને ત્યજવી મુશ્કેલ છે. તેથી તેમનો ત્યાગ કરવા પર બીજું ત્યજાયેલું જ છે. તેથી “સ્ત્રીઓના ત્યાગથી ચારિત્ર સારી રીતે પળાયેલું છે.” એમ કહેવાય છે. આગળ કહેશે કે, “આ સંગોને ઓળંગીને બાકીના સંગો સુખેથી ઊતરી શકાય એવા થાય છે. જેમ મોટા સમુદ્રને ઊતર્યા પછી ગંગા જેવી નદી સુખેથી ઊતરી શકાય છે. (૧૬)
આ સ્ત્રીપરીષહ એક સ્થાનમાં રહેનારા અને સ્ત્રીના સંસર્ગથી અલ્પસત્ત્વવાળા થયેલાને થાય છે. એથી એક સ્થાનમાં ન રહેવું પણ ચર્યાપરીષહને સહન કરવો. માટે તે ચર્યાપરીષહને કહે છે –
રાગદ્વેષ વિનાનો, અચિત્ત અને નિર્દોષ આહાર વડે કે સાધુગુણો વડે પોતાનું ગુજરાન ચલાવનારો મુનિ ભૂખ વગેરે પરીષદોને જીતીને ગામ, નગર, વાણિયાઓના નિવાસ કે રાજધાનીમાં અપ્રતિબદ્ધ વિહારથી વિચરે. અથવા તેવા પ્રકારના ગીતાર્થ સહાયક સાધુ ન મળે તો એકલા વિચરે. કહ્યું છે કે, “ગુણથી અધિક કે સમાન એક સારા સહાયક સાધુ ન મળે તો પાપોને વર્જતો અને કામોમાં આસક્ત ન થતો એકલો વિચરે.” અથવા “તારું' એ પ્રશંસાવાચી દેશ્ય શબ્દ છે. પાઠાંતરે-પ્રતિમા સ્વીકારેલ રાગદ્વેષ વિનાનો એકલો સાધુ અનાર્ય દેશમાં વિચરે. આનાથી આગ્રહ વિના વિચરે એમ બતાવ્યું. (૧૭)
જેમ ગામ વગેરેમાં અપ્રતિબદ્ધ સાધુ ચર્યા પરીષહને સહન કરે છે તેમ શરીર વગેરેને વિષે અપ્રતિબદ્ધ સાધુએ નૈષેલિકીપરીષહ પણ સહન કરવો. માટે તે નૈષેલિકીપરીષહને કહે છે -
રાગદ્વેષ વિનાનો અથવા પ્રતિમા સ્વીકારેલ હોવાથી એકલો અથવા કર્મની સહાય વિનાના મોક્ષમાં તેની પ્રાપ્તિને યોગ્ય અનુષ્ઠાનો આચરીને જનારો, અશિષ્ટ ચેષ્ટા વિનાનો સાધુ મશાનમાં, શૂન્ય ઘરમાં કે વૃક્ષની નીચે રહે, બીજાને ત્રાસ ન પમાડે. કહેવાનો ભાવ આવો છે – “શ્મશાનમાં પ્રતિમા સ્વીકારીને, હંમેશા વિવિધ ગુણો અને તપમાં રત એવો સાધુ ભયોને જોઈને ડરે નહીં અને શરીરને ઇચ્છે નહીં.” શાસ્ત્રવચન યાદ કરીને શ્મશાન વગેરેમાં એકલો પણ સાધુ અનેક ભયો આવવા છતાં પોતે ડરે નહીં અને વિકૃત અવાજ, મોઢાના વિકાર વગેરેથી બીજાને ડરાવે નહીં. અથવા આ રીતે અર્થ કરવો - કુંથવા વગેરેની વિરાધનાથી કર્મબંધ થતો હોવાથી તેના ડરથી હાથ-પગને ખરાબ રીતે નહીં હલાવતો સાધુ બેસે અને અસંયમ ન થાય એમ વિચારીને ઉંદર વગેરેને ત્રાસ ન પમાડે. મડદાઓ જ્યાં સૂવે