________________
બાવીસ પરીષહો
૮૮૭ (૩) શીતપરીષહ - ‘ચૈત' ગતિ અર્થવાળા થૈ ધાતુને કર્તામાં રુ પ્રત્યય લાગે. પછી “વમૂપિયો ઃ '(૫૦ ૬ાાર૪) સૂત્રથી સંપ્રસારણ થાય અને સ્પર્શવાચી હોવાથી “ોડસ્પર્શ' (૫૦ ટારા૭) સૂત્રથી ૪ નો ન ન થવાથી શીત શબ્દ બને. શીત એટલે ઠંડો સ્પર્શ. તે જ પરીષહ તે શીતપરીષહ.
(૪) ઉષ્ણપરીષહ - ‘૩ષ સાથે બાળવું અર્થવાળા ૩૬ ધાતુને ઉણાદિનો નળ પ્રત્યય લાગતા ૩ષ્ણ શબ્દ બને. ઉષ્ણ એટલે ઉનાળા વગેરેનો તાપ. તે જ પરીષહ તે ઉષ્ણપરીષહ.
(૫) દંશમશકપરીષહ – જે ડંખે તે દેશો. પાઃિ ગણમાં આવતો હોવાથી તંદ્ ધાતુને મદ્ પ્રત્યય લાગી રંશ શબ્દ બને. જે મારી શકે તે મશકો. દંશો અને મશકો તે દેશમશકો. ઉપલક્ષણથી જૂ વગેરે પણ લેવા. દંશમશકો એ જ પરીષહ તે દંશમશકપરીષહ.
(૬) અચલપરીષહ - જિનકલ્પિક વગેરેને વસ્ત્રનો અભાવ હોય છે. બીજાઓ માટે ફાટેલુ અને ઓછી કિંમતવાળું વસ્ત્ર પણ વસ્ત્રનો અભાવ જ છે. જેમ ઓછા વસ્ત્રોવાળો વસ્ત્રરહિત કહેવાય છે, ખરાબ શીલવાળી શીલરહિત કહેવાય છે તેમ. વસ્ત્રનો અભાવ એ જ પરીષહ તે અચેલપરીષહ.
(૭) અરતિપરીષહ - રતિ એટલે સંયમસંબંધી ધૃતિ. તેનાથી વિપરીત હોય તે અરતિ. અરતિ એ જ પરીષહ તે અરતિપરીષહ.
(૮) સ્ત્રી પરીષહ - કે ઝૂ ધાતુને ત્રપ્રત્યય લગાડીને ટુ ઇતુ વાળો પ્રત્યય હોવાથી સ્ત્રીલિંગમાં ડીપ પ્રત્યય લગતા સ્ત્રી શબ્દ બને. રાગનું કારણ એવા સ્ત્રીના ગતિ, વિલાસ, ઇંગિત અને આકારને જોવા છતાં પણ “ચામડી, લોહી, માંસ, મેદ, સ્નાયુ, હાડકા, નસો અને ઘણો (ઘા) વડે અત્યંત દુર્ગધી એવું સ્ત્રીનું રૂપ સ્તન, આંખ, જઘન (કડની આગળનો ભાગ), મુખ, સાથળથી મૂચ્છિત થયેલો જીવ સારું માને છે. (૧). થુંકની જુગુપ્સા કરે છે અને મોહવાળો જીવ હોઠ પર રહેલ થુંકને ખૂબ પીએ છે. સ્તન અને જઘનના ઝરણને ઇચ્છતો નથી અને તેનાથી મોહિત થયેલો તેમને ભજે છે. (૨) વગેરે ભાવનાઓથી અને આગળ કહેવાશે તે નીતિથી સ્ત્રી એ જ સહન કરાતી હોવાથી પરીષહ છે તેથી સ્ત્રીપરીષહ
છે.
(૯) ચર્યાપરીષહ - ચર્યા એટલે એક ગામમાંથી બીજા ગામમાં વિચરવું. ચર્ચા એ જ પરીષહ તે ચર્યાપરીષહ.
(૧૦) નૈવિકીપરીષહ - જેનું પ્રયોજન પાપકર્મોનો અને ગમન વગેરે ક્રિયાનો નિષેધ છે તે નૈષધિની એટલે સ્મશાન વગેરે, સ્વાધ્યાય વગેરેની ભૂમિ એટલે રહેવાનું સ્થાન.