________________
ચોવીસમી છત્રીસી
હવે ચોવીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - વીસ અસમાધિસ્થાનોને, દસ એષણાદોષોને, પાંચ ગ્રાસૈષણાદોષોને અને મિથ્યાત્વને ત્યજનાર – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૫)
-
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - અસમાધિસ્થાનો એટલે ચિત્તની અસ્વસ્થતાના કારણો. મિથ્યાત્વ એટલે જિનેશ્વર ભગવાને કહેલા તત્ત્વો પરની અશ્રદ્ધા.
શ્રમણપ્રતિક્રમણસૂત્રવૃત્તિમાં અસમાધિસ્થાનોની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે,‘સમાધિ એટલે સમાધાન, એટલે ચિત્તની સ્વસ્થતા, એટલે મોક્ષમાર્ગમાં ટકી રહેવું. સમાધિનો અભાવ તે અસમાધિ. તેના સ્થાનો એટલે આશ્રયો તે અસમાધિસ્થાનો દવદવચારી વગેરે.’
-
અસમાધિસ્થાનો વીસ છે. તે આ પ્રમાણે છે ૧ ઝડપથી ચાલનાર, ૨ નહીં પ્રમાર્જેલી ભૂમિ ઉપર ઊભા રહેવા વગેરેની ક્રિયા કરનાર, ૩ ખરાબ રીતે પ્રમાર્જેલી ભૂમિ ઉપર ઊભા રહેવા વગેરેની ક્રિયા કરનાર, ૪ વધારે શય્યાનું સેવન કરનાર, ૫ વધારે આસન વગેરેનું સેવન કરનાર, ૬ રત્નાધિકનો પરિભવ કરનાર, ૭ સ્થવિરનો ઉપઘાત કરનાર, ૮ જીવોનો ઉપઘાત કરનાર, ૯ તાત્કાલિક સંજ્વલન ક્રોધ કરનાર, ૧૦ ઘણા લાંબાકાળ સુધી ગુસ્સો કરનાર, ૧૧ પીઠ પાછળ નિંદા કરનાર, ૧૨ વારંવાર ‘તું ચોર છે’ એમ કહેનાર, ૧૩ ઝઘડો કરનાર, ૧૪ અકાળે સ્વાધ્યાય કરનાર, ૧૫ સચિત્ત પૃથ્વીથી યુક્ત હાથ-પગવાળો, ૧૬ અવાજ કરનાર, ૧૭ કલહ કરનાર, ૧૮ મારપીટ કરનાર, ૧૯ સૂર્યાસ્ત સુધી ભોજન કરનાર અને ૨૦ એષણાસમિતિનું પાલન નહીં કરનાર. સમવાયાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
‘સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા એટલે મોક્ષમાર્ગમાં રહેવું. સમાધિ ન હોવી તે અસમાધિ. તેના સ્થાન એટલે આશ્રયના ભેદો અથવા પર્યાયો તે અસમાધિસ્થાનો. તે અસમાધિસ્થાનો વીસ કહ્યા છે. તે આ પ્રમાણે -