________________
શિક્ષાશીલના પંદર સ્થાનો
૮૬૧ મિત્રો ઉપર ગુસ્સે ન થાય, ૧૧ અપ્રિય મિત્રનું પણ એકાંતમાં કલ્યાણ કહે, ૧૨ ઝઘડા - મારપીટને વર્જનારો, ૧૩ સારા કુળમાં ઉત્પન્ન થયેલ, ૧૪ લજ્જાળુ અને ૧૫ પ્રતિસંલીન. ઉત્તરાધ્યયનસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
હવે પંદર સ્થાનો વડે સારા વિનયવાળો કહેવાય છે. તે સ્થાનોને જ કહે છે -
(૧) નીચવૃત્તિ- નીચ એટલે અનુદ્ધત રીતે વર્તે છે. ગુરુઓને વિષે નમ્રતાવાળો. કહ્યું છે કે, “ગુરુ કરતા નીચી શય્યા કરવી, નીચી ગતિ કરવી, નીચા સ્થાનમાં ઊભા રહેવું, નીચું આસન રાખવું, નમ્રતાપૂર્વક પગ વાંદરા અને નમ્રતાપૂર્વક અંજલી કરવી. (૧)
(૨) અચપળ - ચપળ ન હોય તે. ત્યાં ચપળ ગતિ, સ્થાન, ભાષા અને ભાવના ભેદથી ચાર પ્રકારે છે –
(i) ગતિચપળ - ઝડપથી ચાલનારો. (i) સ્થાનચપળ - ઊભેલો હોવા છતાં હાથ વગેરેથી ચંચળ હોય તે. (i) ભાષાચપળ - તે ચાર પ્રકારે છે – (a) અસત્કલાપી – જે વિદ્યમાન ન હોય તે આકાશપુષ્પ વગેરે છે એમ બોલનારો. (b) અસભ્યપ્રલાપી - કર્કશ બોલનારો. (C) અસમીક્ષ્યપ્રલાપી – વિચાર્યા વિના બોલનારો.
(1) અદેશકાળપ્રલાપી – કાર્ય પૂરું થઈ ગયા પછી જે કહે કે, “તે દેશમાં કે તે કાળમાં આ કર્યું હોત તો સારું થાત.' તે
(iv) ભાવચપળ – પ્રસ્તુત સૂત્ર કે અર્થ પૂર્ણ થયા પહેલા જ જે બીજા સૂત્ર કે અર્થ લે તે. (૩) અમાથી - સારા આહાર વગેરે મેળવીને ગુરુ વગેરેને ઠગે નહીં તે. (૪) અકુતૂહલ - ઇન્દ્રજાળ વગેરે કૌતુકને જોવામાં તત્પર ન હોય તે. (૫) કોઈનો તિરસ્કાર ન કરે. (૯) ક્રોધના સાતત્યરૂપ પ્રબંધ ન કરે.
(૭) મિત્ર જેવું આચરણ કરનાર ઉપર ઉપકાર કરે. અથવા સામો ઉપકાર કરવા અસમર્થ હોય તો કૃતઘ્ન ન થાય.
(૮) શ્રત પામીને મદ ન કરે, પણ મદના દોષો જાણીને અવશ્ય નમે છે.