________________
૮૬૦
શિક્ષાશીલના પંદર સ્થાનો
- જ્ઞાન વગેરે માટે એક
(૧૧) છ મહિનાની અંદર એક ગણમાંથી બીજા ગણમાં જાય ગણમાંથી બીજા ગણમાં જાય તે શબલ નથી.
(૧૨) મહિનાની અંદર ત્રણ ઉદકલેપ કરે અને ત્રણ માયાસ્થાન કરે - નાભી જેટલા પાણીમાં ઊતરવું તે ઉદકલેપ. કહ્યું છે કે, ‘અડધી જંઘા સુધીના પાણીમાં ઊતરવું તે સંઘટ્ટ છે. નાભી સુધીના પાણીમાં ઊતરવું તે લેપ છે. નાભીથી ઉપરના પાણીમાં ઊતરવું તે લેપોપરી છે. ’ વેગેરે. માયાસ્થાન એટલે ઢાંકવું વગેરે.
(૧૩) જાણીને હિંસા કરે.
(૧૪) જાણીને જૂઠ બોલે.
(૧૫) જાણીને ચોરી કરે.
(૧૬) અંતર વિનાની પૃથ્વી ઉપર ઊભો રહે, શય્યા કરે કે સ્થિરતા કરે.
(૧૭) પાણીવાળી અને રજવાળી સચિત્ત શિલા, ઢેફુ, ઘુણના રહેઠાણરૂપ લાકડુ આ બધા ઉપર ઊભો રહે, શય્યા કરે કે સ્થિરતા કરે.
(૧૮) જાણીને જીવવાળા, પ્રાણવાળા, બીજવાળા, વનસ્પતિવાળા, કીડીના નગરાવાળા સ્થાનમાં, નિગોદ ઉપર, ભીની માટી ઉપર, કરોડીયાના જાડા ઉપર ઊભો રહે, શય્યા કરે કે સ્થિરતા કરે તે.
(૧૯) જાણીને મૂળ, કંદ, પુષ્પ, ફળ, બીજ અને વનસ્પતિને વાપરે.
(૨૦) વરસમાં દસ ઉદકલેપ કરે અને દસ માયાસ્થાન કરે.
(૨૧) જેમાંથી ચિત્ત પાણીના ટીપા પડતા હોય તેવા હાથ, વાસણ અને ચમચાથી અપાતા આહાર-પાણી લઈને વાપરે. આ એકવીસમો શબલ જાણવો.
વિસ્તાર અર્થ દશાશ્રુતસ્કંધ વગેરે અન્ય ગ્રન્થોમાંથી જાણવો.’
ગુરુ આ શબલોને ત્યજે છે.
શિક્ષા બે પ્રકારની છે – ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા. તેમનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. શિક્ષાને ગ્રહણ કરવાનો સ્વભાવ જેનો હોય તે શિક્ષાશીલ, એટલે કે સારા વિયનવાળો. તેના પંદર સ્થાનો એટલે કારણો છે. તે આ પ્રમાણે - ૧ નમ્ર વર્તનવાળો, ૨ ચપળતા વિનાનો, ૩ માયા વિનાનો, ૪ કુતૂહલ વિનાનો, ૫ આક્ષેપ ન કરે, ૬ પ્રબંધ ન કરે, ૭ મિત્રતા કરાતો ભજે, ૮ શ્રુત મેળવીને અભિમાન ન કરે, ૯ પાપીની નિંદા ન કરે, ૧૦