________________
એકવીસ શબલ
૮૫૯ (૧૮) જાણીને મૂળ, કંદ, છાલ, અંકુર, પુષ્પ, ફળ, વનસ્પતિને વાપરે તે. (૧૯) વરસમાં દસ ઉદકલેપ કરે તે. (૨૦) વરસમાં દસ માયાસ્થાન કરે તે.
(૨૧) વારંવાર સચિત્તપાણીવાળા હાથથી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ લઈને વાપરે તે. એકવીસમો શબલ છે.”
શ્રમણપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં તો આ જ શબલો બીજી રીતે બતાવ્યા છે. તે આ પ્રમાણે –
એકવીસ શબલો વડે. શબલ એટલે કાબરચિતરું. કાબરચિતરા ચારિત્રમાં કારણ હોવાથી હસ્તકર્મ વગેરે વિશેષક્રિયાઓને શબલો કહેવાય છે. કહ્યું છે કે, “જે કારણથી નાના અપરાધમાં સાધુને મૂળ પ્રાયશ્ચિત્ત ન આવે અને તે ચારિત્રને કાબરચિત કરે છે તે કારણથી તેને શબલ કહે છે. (૧)' તે શબલસ્થાનો હસ્તકર્મ વગેરે છે. તે આ પ્રમાણે -
(૧) હસ્તકર્મ કરે - હસ્તકર્મ પોતે કરે કે બીજા પાસે કરાવે તે શબલ છે.
(૨) મૈથુન સેવે - દેવસંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચસંબંધી મૈથુનને કારણે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારમાં સેવે તે શબલ છે. મૈથુનનો કારણ વિના અનાચાર કરનાર વિરાધક જ છે. દોષનો વિચાર તે અતિક્રમ છે, તેની માટે પ્રવૃત્તિ કરવી તે વ્યતિક્રમ છે, તેને (દોષિત વસ્તુને) ગ્રહણ કરવું તે અતિચાર છે, તેનું સેવન કરવું તે અનાચાર છે.
(૩) રાત્રીભોજન કરે - દિવસે ગ્રહણ કરેલું દિવસે વાપરે વગેરે ચાર ભાંગાઓમાં અતિક્રમ વગેરે ચાર વડે વાપરે તે શબલ છે. કારણે જયણાપૂર્વક સંનિધિ વગેરેનું સેવન કરે. એમ બીજે પણ જાણવું.
(૪) આધાકર્મ વાપરે. (૫) રાજપિંડ વાપરે. (૬) ક્રીત વાપરે. (૭) અપમિત્ય વાપરે - સાધુ માટે ઊછીનું લઈને વહોરાવેલુ વાપરે છે. (૮) અભિહત વાપરે - સામેથી લાવેલું વાપરે છે. (૯) આચ્છેદ્ય વાપરે - બીજા પાસેથી ઝુટવીને વહોરાવેલું વાપરે તે. (૧૦) વારંવાર પચ્ચકખાણ કરીને વાપરે.