________________
પચીસમી છત્રીસી
હવે પચીસમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - એકવીસ શબલોનો ત્યાગ કરવાથી અને શિક્ષાશીલના પંદર સ્થાનોનો હંમેશા સ્વીકાર કરવા વડે – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૬)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - શબલ એટલે કાબરચિતરા ચારિત્રમાં કારણભૂત વિશેષ પ્રકારની ક્રિયાઓ. દશાશ્રુતસ્કંધની નિયુક્તિમાં અને તેની ચૂર્ણમાં કહ્યું છે,
ગાથાર્થ - નાનો અપરાધ કર્યો છતે જેનાથી સાધુ મૂલ પ્રાયશ્ચિત્ત ન પામે તે ચારિત્રને કાબરચીતરુ કરે છે તેથી તેને શબલ કહે છે. (૧૩)
ચૂર્યર્થ - નાનો અપરાધ એટલે ખરાબ રીતે બોલવું વગેરે. ઘણા મોટા અપરાધોમાં ચારિત્રરૂપી કપડું મલિન જ થાય છે. અથવા દશપ્રકારના પ્રાયશ્ચિત્તમાં આલોચના વગેરેથી છેદ સુધી શબલ છે, મૂલ વગેરેમાં ચારિત્રરૂપી કપડુ મલિન જ છે. ક્યા ક્યા તે અપરાધ પદો છે જેથી ભાવશબલ થાય છે. આચારને આશ્રયીને તે આ રીતે ઉપદેશાય છે. (૧૩)
તે શબલો એકવીસ છે. તે આ પ્રમાણે – ૧ હસ્તકર્મ, રમૈથુન, ૩ રાત્રિભોજન, ૪ આધાકર્મ, ૫ શય્યાતરપિંડ, ૬ ઔદેશિક-ક્રત-અભ્યાહત વગેરે, ૭ વારંવાર પચ્ચક્માણ કરીને ભોજન કરવું, ૮ છ મહિનામાં એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરવું, ૯ એક મહિનામાં ત્રણ ઉદકલેપ કરવા, ૧૦ એક મહિનામાં ત્રણ માયાસ્થાનો કરવા, ૧૧ રાજપિંડ, ૧૨ હિંસા, ૧૩ જૂઠ, ૧૪ ચોરી, ૧૫ અંતર વિનાની પૃથ્વી પર ઊભા રહેવું વગેરે, ૧૬ સસ્નિગ્ધ અને સરજસ્ક પૃથ્વી ઉપર કે સચિત્ત શિલા અને ઢેફા ઉપર કે ઘુણવાળા લાકડા ઉપર ઊભા રહેવું વગેરે, ૧૭ પ્રાણવાળા, બીજવાળા વગેરે ઉપર ઊભા રહેવું વગેરે, ૧૮ મૂળ, કંદ વગેરેનું ભોજન કરવું, ૧૯ એક વરસમાં દસ ઉદકલેપો કરવા, ૨૦ એક વરસમાં દસ માયાસ્થાનો કરવા અને ૨૧ ઠંડા પાણીવાળા હાથ વડે ભોજન કરવું. સમવાયાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -