________________
૮૬૨
શિક્ષાશીલના પંદર સ્થાનો (૯) ગુરુ વગેરેની સ્કૂલના થાય તો નિંદા ન કરે. (૧૦) કોઈક રીતે જેમણે અપરાધ કર્યો હોય તેવા પણ મિત્રો ઉપર ગુસ્સો ન કરે.
(૧૧) અપ્રિય એવા પણ મિત્રનું એકાંતમાં કલ્યાણ જ કહે છે - જેને મિત્ર તરીકે સ્વીકાર્યો હોય તે જો સેંકડો અપકાર કરે તો પણ તેણે કરેલા એક પણ ઉપકારને યાદ કરીને એકાંતમાં તેનો દોષ ન કહે. કહ્યું છે કે, “જેઓ (બીજાએ કરેલા) એક સુકૃતથી (તેણે કરેલા) સેંકડો દુષ્કતોનો નાશ કરે છે (ભૂલી જાય છે) તેઓ ધન્ય છે. એક દોષથી ઉત્પન્ન થયેલો જેમનો ગુસ્સો સેંકડો ઉપકારોને હણી નાંખે છે તેઓ ધન્ય નથી. (૧)
(૧૨) કલહ - ડમરને વર્જનારો - કલહ એટલે વાણીથી થતો ઝઘડો. ડમર એટલે હાથનો પ્રહાર વગેરેથી થતો ઝઘડો. તે બન્નેને વર્જ.
(૧૩) અભિજાતિગ - કુલીનતાને પામે એટલે ઊંચી જાતિના બળદની જેમ ઉપાડેલા ભારને વહન કરવા સમર્થ હોય.
(૧૪) હીમાન્ - લજ્જાવાળો હોય. તે ખરાબ ભાવ થવા છતાં પણ અકાર્યને આચરતા શરમાય .
(૧૫) પ્રતિસલીન - ગુરુની પાસે કે બીજે રહેલો જે કાર્ય વિના અહીંથી ત્યાં ચેષ્ટા ન કરે તે.
આવા પ્રકારના ગુણવાળો બુદ્ધિમાન જીવ સુવિનીત કહેવાય છે. આ પ્રમાણે આઠ ગાથાનો અર્થ કહ્યો. (૧૦-૧૩)
ગુરુ શિક્ષાશીલના આ પંદર સ્થાનોને સ્વીકારીને હંમેશા તેમને પાળે છે. આમ છત્રીસ ગુણોના સમૂહથી વિભૂષિત ગુરુ જગતમાં શોભે. (૨૬)
આમ પચીસમી છત્રીસી સંપૂર્ણ થઈ.
न धम्मकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परमं अकज्जं । न पेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो ॥
ધર્મકાર્ય કરતા ચઢિયાતું કાર્ય નથી, જીવહિંસા કરતા ચઢિયાતું અકાર્ય નથી, પ્રેમરાગ કરતા ચઢિયાતો બંધ નથી, સમ્યકત્વના લાભ કરતા ચઢિયાતો લાભ નથી.