________________
૮૫૮
એકવીસ શબલ | ‘હવે એકવીસમું સ્થાનક કહે છે - તેમાં સ્થિતિસૂત્રો સિવાયના ચાર સૂત્રો સુગમ છે. વિશેષ પ્રકારની જે ક્રિયાઓ વડે ચારિત્ર કાબરચીતરું થાય છે તે શબલ છે. તેના યોગથી સાધુઓ પણ શબલ છે. શબલ એકવીસ કહ્યા છે. તે આ પ્રમાણે -
(૧) હસ્તકર્મ કરનારો - વિશેષ પ્રકારના વેદના વિકારને કરતો કે કરાવતો હોય તે. (૨) મૈથુન સેવનારો - અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારથી મૈથુનને સેવે તે.
(૩) રાત્રીભોજન કરનારો - દિવસે લીધેલું દિવસે વાપરેલું વગેરે ચાર ભાંગાઓ વડે અતિક્રમ વગર વડે રાત્રીભોજન કરે તે.
(૪) આધાકર્મ વાપરનારો - સાધુ માટે બનાવેલા આહાર-પાણી વગેરે વાપરે છે. (૫) સાગારિકપિંડ વાપરનારો - શય્યાતરના આહાર-પાણી વગેરે વાપરે છે.
(૬) દેશિક-કીત વાપરનારો - સાધુને ઉદ્દેશીને બનાવેલું, સાધુ માટે ખરીદેલું, ઊછીનું લીધેલું, ઝુંટવીને લીધેલું, માલિકે રજા નહીં આપેલું વાપરે છે.
(૭) વારંવાર પચ્ચકખાણ કરીને અશન વગેરે વાપરનારો. (૮) છ મહિનાની અંદર એક ગણમાંથી બીજા ગણમાં જનારો. (૯) મહિનામાં ત્રણ ઉદકલેપ કરનારો - નાભિ જેટલા પાણીમાં ચાલવું તે ઉદકલેપ. (૧૦) મહિનામાં ત્રણ માયાસ્થાન કરનારો - સ્થાન એટલે ભેદ. (૧૧) રાજપિંડ વાપરનારો. (૧૨) જાણીને હિંસા કરનારો - જાણી જોઈને પૃથ્વી વગેરેની હિંસા કરે તે. (૧૩) જાણીને જૂઠ બોલનારો. (૧૪) જાણીને ચોરી કરનારો.
(૧૫) જાણીને અંતર વિનાની પૃથ્વી ઉપર ઊભો રહે, સ્થિરતા કરે, કાઉસ્સગ્ન કરે, સ્વાધ્યાયભૂમિ કરે તે.
(૧૬) જાણીને સસ્નિગ્ધસરજસ્ક સચિત્ત પૃથ્વી ઉપર, સચિત્ત શિલા ઉપર કે ઢેફા ઉપર, ઘુણના આવાસરૂપ લાકડા ઉપર ઊભો રહે, શવ્યા કરે કે સ્થિરતા કરે તે.
(૧૭) જીવવાળા, પ્રાણવાળા, બીજવાળા, વનસ્પતિવાળા, કીડીના નગરાવાળા સ્થાનમાં, નિગોદ ઉપર, ભીની માટી ઉપર, કરોડીયાના જાડા ઉપર ઊભો રહે, શય્યા કરે કે સ્થિરતા કરે તે.