________________
૮૩૬
પાંચ પ્રકારના ગ્રામૈષણાદોષો અર્થાત્ જેટલા આહારના ઉપભોગ દ્વારા ઓછું કે વધુ હોવાથી તે જ દિવસે કે બીજા દિવસે ભૂખ લાગવી, અજીર્ણ થવું વગેરે પીડા ન થવા દ્વારા સંયમ, જ્ઞાન વગેરેની હાનિ ન થાય. તેને શું કહેવાય ? તે કહે છે, “ગાહીરપમા” = “મહારVII” = સંયમ, ધૃતિ આદિને ઊંચે ચઢાવનારો તેટલા પ્રમાણનો ખોરાક = ભક્તપાનરૂપ ભોજનનું પ્રમાણ, ‘ગર્ફ' = “ઃ' = સાધુનું જાણવું. ઉપલક્ષણથી સાધ્વીજીઓનું પણ જાણવું.
પુરુષ, મહિલા અને નપુંસકનું આહારપ્રમાણ - હવે આહારના પ્રમાણ વિશે વિસ્તૃત માહિતી આપતાં ટીકાકાર કહે છે.
એક પુરુષનું એક દિવસની તૃપ્તિને કરનાર આહારનું પ્રમાણ બત્રીસ (૩૨) કોળીયા છે. આ મધ્યમ પ્રમાણ જાણવું. એટલે કે ૩૨ કોળીયાથી એક-બે વગેરેથી હીન કરતાં કરતાં નવ કોળીયા સુધીનો આહાર તે મધ્યમપ્રમાણ છે. ૧ થી ૮ કોળીયાનો આહાર એ જઘન્ય પ્રમાણ છે. ઉત્કૃષ્ટ તો ઘણાં કોળીયા થાય છે. અર્થાત્ ૩૨ કોળીયાથી ઉપર ઉત્કૃષ્ટ પ્રમાણ કહેવાય છે.
મહિલાના આહારનું પ્રમાણ ૨૮ કોળીયા છે અને નપુંસકનું પ્રમાણ ૨૪ કોળીયા છે. જો કે નપુંસકોની પ્રવ્રજ્યા લગભગ નથી હોતી એટલે શાસ્ત્રોમાં આ કહેવાતા શ્લોક પ્રમાણે માત્ર પુરુષ અને મહિલાના આહારનાં પ્રમાણની વાત બતાવવામાં આવી છે –
“કુલિને પૂરક પુરુષનો આહાર ૩૨ કોળીયા કહેવાયો છે. તેમજ મહિલાનો ૨૮ કોળીયા કહેવાયો છે. (૧)” આમ, આ ગાથામાં નપુંસકની વાત કહેવાઈ નથી.
કોળીયાનું પ્રમાણ અને દ્રવ્યકુકડી અને ભાવકુકડીનું સ્વરૂપ -
હવે કોળીયાનું પ્રમાણ શું? તે કહે છે - કૂકડીના ઇંડાના માપનો કોળીયો બને છે. તેમાં કૂકડી બે પ્રકારની છે (૧) દ્રવ્યકૂકડી. (૨) ભાવકૂકડી.
(૧) દ્રવ્યકૂકડી - આના પણ ૨ પ્રકારો પડે છે. (A) સાધુનું શરીર દ્રવ્યકૂકડી. સાધુનું મુખ તે ઈંડુ. એટલે કે ઉઘાડેલા મોઢામાં કોળીયો મૂકતાં મોઢું, આંખ, કપાળ, હોઠ, ભ્રમર વિકૃત ન થાય અને કોળીયો મોઢામાં પ્રવેશી જાય તે કવલ = કોળીયાનું પ્રમાણ જાણવું. અથવા, (B) કૂકડીનું ઈંડું, તે પ્રમાણવાળો કોળીયો લેવો.
(૨) ભાવકૂકડી - જેટલા પ્રમાણનો આહાર લીધા પછી પેટ અતિ ખાલી ન રહે અને અતિ ભરેલું ન રહે અને ધૃતિ, જ્ઞાન વગેરેની વૃદ્ધિ થાય, તેટલા પ્રમાણવાળા આહારના બત્રીસમા ભાગને અપ' કહેવાય છે. તેટલા પ્રમાણવાળો એક કોળીયો બને છે.