________________
૮૪૪
પાંચ પ્રકારના ગ્રામૈષણાદોષો (૩) “સંગમ' = “સંયમ:' = પડિલેહણ-પ્રમાર્જનાદિ સ્વરૂપ સાધુનો વ્યાપાર. તે વ્યાપાર ભૂખ્યો કરી ન શકે. માટે, તેનું પાલન કરવા માટે સાધુ આહાર વાપરે.
(૪) “સુન્ના' = “શોપનું ધ્યાન' = “સુધ્યાન', સૂત્રના અર્થોનું અનુચિન્તન = વારંવાર ઊંચા ચિંતન સ્વરૂપ ધર્મધ્યાન. તે પણ ભૂખ્યાનું ક્ષીણ થતું જાય છે. કારણ કે ભૂખ્યા થયેલા, પૂર્વે ભણેલ શ્રતના પરાવર્તનમાં અને અર્થચિત્તનિકામાં અસમર્થ હોય છે. તેથી, તેની રક્ષા માટે અર્થાત્ સુધ્યાનની હાનિને નિવારવા માટે, સાધુ આહાર વાપરે.
(૫) “પરિવઉઠ્ઠ' = “પ્રાણ-રક્ષાર્થમ્' = પ્રાણો ઈન્દ્રિય વગેરે ૧૦ છે. તેઓની રક્ષા માટે = તેઓને ટકાવવા માટે સાધુ આહાર વાપરે. કારણ કે, ભૂખ્યાનું આયુષ્ય, બળ વગેરે ઘટે છે.
(૬) “ર્થ = વિનોદે = “ ર વિધ િ = ઈર્યાસમિતિની વિશોધિ = પાલન માટે સાધુ આહાર વાપરે. કારણ કે, ભૂખ્યા થયેલાને આંખે અંધારા આવવાથી ઇર્યાસમિતિ પાળી શકતો નથી. “૨' એ સમુચ્ચયાર્થમાં છે.
આ ૬ કારણોસર સાધુ આહારને “બંગડું' = “મુન્નીત' = વાપરે. પરન્તુ, “ ૩ વરસાદે' = તુ રૂપરહેતુઃ ' = રૂપ કે રસના હેતુથી વાપરે નહિ. રૂપ એટલે કે શરીરની વિશિષ્ટ વર્ણ વગેરે આકૃતિ. રસ એ શબ્દના અર્થમાં પણ આવે છે. કહેવાયું છે કે “ શત્રે આ વચનથી રસ એટલે શબ્દ. તે બન્ને = રૂપ, રસના હેતુથી = નિમિત્તે. એટલે કે, સારાસારા પૌષ્ટિક ભોજનથી શરીરની પુષ્ટિ માટે અને કચ્છમાં મધુરતા લાવવા માટે ન વાપરે. અથવા રસ એટલે કે આહારસંબંધી રસ. અર્થાત્ મધુરાદિ રસ. તેને માટે ન વાપરે. “આ સ્વાદુરસવાળું છે, સ્વાદિષ્ટ છે, માટે અવશ્ય ભક્ષ્ય છે આ પ્રમાણે ગૃદ્ધિપૂર્વક ન વાપરે.
આમ કહેવા દ્વારા આ વાત છતી થાય છે કે રૂપાદિ માટે આહારને વાપરતા સાધુને ધર્મપ્રયોજનનો અભાવ હોય છે અને એ અભાવથી એ આહાર ‘રઈ' નામના દોષથી દુષ્ટ થાય છે એમ અત્રે જણાવાયું છે. કારણ કે કારણનો અભાવ એ કારણદોષ એ રીતે પ્રસ્તુતમાં વિવક્ષિત છે. (૯૮).
અવતરણિકા - આમ, કયા કારણોસર સાધુ આહાર કરે તેની વાત કરી. હવે કયા કારણોસર સાધુ આહાર ન કરે. તે કહે છે.
શબ્દાર્થ - અાવ = અથવા, ન નિમેન્ન = ન વાપરે, જે = માંદગીમાં, મોલ = મોહના ઉદયમાં, સયામારૂ = સ્વજનાદિના, ૩વસી = ઉપસર્ગમાં, પાળિયા = જીવદયા માટે, તવહેલું = તપને માટે, અને = વૃદ્ધાવસ્થામાં, તળુમોયલ્થ = શરીરના ત્યાગ માટે, ૨