________________
૮૪૬
પાંચ પ્રકારના ગ્રામૈષણાદોષો (૧) અનુકૂળ અને (૨) પ્રતિકૂળ - આમ ૨ પ્રકારે છે.
(૧) માતા-પિતા-પત્ની વગેરે સ્વજનોનો ઉપસર્ગ એ અનુકૂળ કહેવાય છે. તેઓ ક્યારેક પ્રવ્રજ્યા છોડાવવા વગેરે કારણોસર આવી ચઢે ત્યારે “આ ઉપસર્ગ છે' એમ સમજીને તે ઉપસર્ગમાં ભોજન ન કરે. કારણ કે તે સ્વજનાદિ ઉપવાસોને કરતાં જોઈને, મુનિનો સંયમ ન છોડવાનો નિશ્ચય ખ્યાલમાં આવવાથી અથવા તો ‘ઉપવાસોમાં રખે ને મોત થઈ જશે એવી મોત આદિની બીકથી પ્રાયઃ મુનિને છોડી દે.
(૨) મૂળગાથામાં જે “કવિ' શબ્દ છે એનાથી, રાજા ગુસ્સે ભરાય વગેરે પ્રતિકૂળ ઉપસર્ગમાં જમે નહિ એમ જાણી લેવું.
તથા, “પળિયા-તવ-હેડ” = “પ્રાણિયા-તપદેતો ' પ્રાણિદયા અને તપના હેતુથી જમે નહિ. વરસાદમાં પ્રાણિદયાના હેતુથી જીવજંતુઓની રક્ષા માટે, મહિકાપાતમાં = ધુમ્મસમાં, સચિત્તરંજના પાતાદિમાં = એવા પ્રદેશમાં જયાં પ્રચંડ પવનથી ધૂળની સચિત્તરજની ડમરી ચઢે એમાં, નાની નાની ઘણી દેડકીઓ કે મસિકા = ઝીણી ઝીણી કાળી મસીઓ વગેરે જીવજંતુથી ભરેલ પૃથ્વી હોય તો, તેઓની રક્ષા માટે ભોજન ન કરે. પરંતુ તે વરસાદાદિમાં ઉપવાસ કરે જેથી ભિક્ષા માટે ફરવા વગેરેથી ઉત્પન્ન થતી અખાયાદિની વિરાધના ન થાય.
તથા, તપના હેતુથી ભોજન ન કરે. એક-બે વગેરે ઉપવાસથી માંડીને છ મહિના સુધીનો તપ કરતાં ભોજનનો અસંભવ હોય છે. અહીં વીરપ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટથી ૬ માસના ઉપવાસનો જ તપ કહેલો છે, એથી આગળ નહિ એ જાણવું.
તથા, ‘મને' = “ર્યન્તલમ' એટલે વૃદ્ધપણે. અહીં વૃદ્ધપણાની વાત કરી, તેનું કારણ આ છે કે વૃદ્ધપણાના કાળ સિવાય એટલે કે તરુણાદિ અવસ્થામાં, પ્રાયઃ કરીને બુમુક્ષા વધારે હોવાથી એ વખતે આહારના ત્યાગમાં આર્તધ્યાનની આપત્તિ હોય છે. ‘તનુમોયલ્થ” = તનુમોનાર્થ” = “ત:' એટલે કે શરીર, મોચન એટલે કે છોડવું, તે માટે = શરીરના ત્યાગ માટે, ‘વ’ સમુચ્ચયાર્થમાં છે.
ભાવાર્થ એ છે કે ચારિત્રગ્રહણ બાદ પૂર્વાવસ્થામાં દીર્થસંયમ પર્યાયનું પરિપાલન, શિષ્યોને વાચનાદાન અને શિષ્યો તૈયાર કરવા એ શ્રેય છે. અને અન્ને વૃદ્ધાવસ્થામાં બધા જ અનુષ્ઠાનોનો સાર મરણની આરાધના છે. એટલે તેમાં મહાન પ્રયત્ન કરવો. આ મરણ આરાધના એટલે કે સંલેખના. ઉપશમવાળા થઈને ક્રમે કરીને આહારત્યાગ રૂપે સંલેખના કરવી. તે કારણે શરીરના ત્યાગ માટે સંલેખના કરવામાં ભોજનનો અભાવ સંભવે છે. (૯૯)”