________________
એક પ્રકારનું મિથ્યાત્વ
૮૪૭ (સટીક પિંડવિશુદ્ધિના મુનિશ્રી કુલભાનવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ પાંચ પ્રકારના પ્રારૈષણાદોષોને ત્યજે છે. મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધા. તે એક પ્રકારે છે. તે આ પ્રમાણે – અદેવ, અગુરુ અને અધર્મની દેવ, ગુરુ અને ધર્મ તરીકે શ્રદ્ધા કરવી અને દેવ, ગુરુ અને ધર્મની અદેવ, અગુરુ અને અધર્મ તરીકે શ્રદ્ધા કરવી. યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - | ‘વિપક્ષનું જ્ઞાન હોય તો સમ્યત્ત્વનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય છે, તેથી સમ્યક્તના વિપક્ષ રૂપ મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે -
અદેવમાં જે દેવપણાની બુદ્ધિ, અગુરુમાં જે ગુરુપણાની અને અધર્મમાં જે ધર્મપણાની બુદ્ધિ થાય, તે સમ્યક્તથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. (૩)
અદેવમાં જે દેવબુદ્ધિ, અગુરુમાં જે ગુરુબુદ્ધિ અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ થાય, તે મિથ્યાત્વ. તે સમ્યક્તથી વિપરીત સ્વરૂપવાળું હોવાથી, આગળ જેઓનું લક્ષણ કહેવાશે તેવા અદેવ, અગુરુ અને અધર્મ તેમની માન્યતા સ્વરૂપ મિથ્યાત્વ. તેનું લક્ષણ સમ્યક્તથી વિપરીત છે. તથા આ પણ ગ્રહણ કરેલું છે કે દેવમાં અદેવત્વ, ગુરૂમાં અગુરુત્વ, ધર્મમાં અધર્મત્વની માન્યતા - એ પણ મિથ્યાત્વ છે.
વળી મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. ૧ આભિગ્રહિક, ૨ અનાભિગ્રહિક, ૩ આભિનિવેશિક, ૪ સશયિક અને ૫ અનાભોગિક.
૧. આભિગ્રહિક - પોતપોતાના શાસ્ત્રના જ્ઞાનથી જેમનો વિવેક નિયંત્રિત હોય અને પરપક્ષનો પ્રતિકાર કરવામાં જેઓ હોંશિયાર હોય, તેવા પાખંડીઓને આભિગ્રહિક મિથ્યાત્વ હોય.
૨. અનાભિગ્રહિક - સામાન્ય લોકોની “સર્વ દેવો વંદનીય છે, તેમની નિંદા ન કરવી, એવી જ રીતે સર્વ ગુરુઓ અને સર્વ ધર્મો વંદનીય છે” એવી માન્યતા તે અનાભિગ્રહિક મિથ્યાત્વ.
૩. આભિનિવેશિક - યથાર્થ વસ્તુ અંદરથી સમજવા છતાં પણ ખોટા કદાગ્રહને આધીન બની જમાલિની માફક સાચાને ખોટું કહેવાનો કદાગ્રહ કરવો તે.
૪. સાંશયિક - દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં આ સાચા હશે કે આ સાચા હશે = એવા સંશયવાળાને સાંશયિક મિથ્યાત્વ હોય.
૫. અનાભોગિક-એકેન્દ્રિયાદિક વિચાર-શૂન્ય અને વિશેષ જ્ઞાનથી રહિત હોય તેવાને