________________
પાંચ પ્રકારના ગ્રાસૈષણાદોષો
૮૪૩
દ્વારા સર્વથા બળી ગયેલ ઇન્ધન સમાન ચારિત્રને કરી દે છે, માટે તે ગુરુદોષ છે. અને દ્વેષ દ્વારા અર્ધ બળી ગયેલ ઇન્ધનસમાન કરે છે. તેથી તે લઘુદોષ છે.
=
તથા, શેષ ઉદ્ગમાદિદોષોમાં ત્રણે જગતની કદર્થના કરનાર રાગ-દ્વેષસ્વરૂપ આ બંને દોષો હોવાથી એ બન્ને ગુરુતમદોષો છે અત્યંત મોટા ખતરનાક દોષો છે એ વાત પર ધ્યાન દોરવા માટે ખ્યાપના ક્રમને = કાષ્ઠાદિમાં પ્રથમ સધૂમ અને પછી અંગારો, એ ક્રમને છોડીને પ્રથમ રાગ અને પછી દ્વેષ એમ વિસદેશ = વિપરિતમ કહ્યો છે. (૯૭)
અવતરણિકા - આ પ્રમાણે અંગાર અને ધૂમ નામના બે દોષો કહેવાયા. હવે ‘ારણ’ નામના દોષને કહેવાની ઇચ્છાથી, જે નિમિત્તે ભોજન કરે અને જે નિમિત્તે ન કરે તે કહે છે.
શબ્દાર્થ - વેયળ ક્ષુધાવેદના શમાવવા, વેયાવન્દ્વ વૈયાવચ્ચ માટે, સંગમ = ચારિત્રના પાલન માટે, सुज्झाण = સૂત્રાર્થના ચિંતવન માટે, પાળરવવઠ્ઠા = પોતાના પ્રાણના રક્ષણ માટે, ફરિયું = ઈર્યાસમિતિની, ૬ = અને, વિસોત્તેરું = વિશુદ્ધિ માટે, મુંન = વાપરે, ન = નહિ, ૩ = પણ, રૂવરસદે = રૂપ અને સ્વાદને માટે. (૯૮)
ગાથાર્થ - સાધુને છ કારણથી આહાર વાપરવાનું તીર્થંકરોએ કહ્યું છે (૧) ક્ષુધાવેદના શમાવવા માટે. (૨) આચાર્યાદિની ભક્તિ-વૈયાવચ્ચ કરી શકાય તે માટે. (૩) પડિલેહણા વગેરે ચારિત્રની ક્રિયા સમ્યક્ત્રકારે કરી શકાય તે માટે. (૪) સૂત્રાર્થના અભ્યાસ અને ચિંતવન માટે. (૫) પોતાના પ્રાણ ટકાવવા માટે અને (૬) ઇર્યાસમિતિનું સારી રીતે પાલન થઈ શકે તે માટે. પરંતુ શરીરને બળવાન-રૂપવાન બનાવવા તથા સ્વાદ વગેરે માટે આહારાદિને ન વાપરે. (૯૮)
ટીકાર્થ - ભૂખની વેદના વગેરે ૬ કારણોસર સાધુ આહાર વાપરે -
અહીં દ્વન્દ્વસમાસ કરેલ ક્ષુધાવેદના વગેરે દરેક પદોનો ‘રક્ષાર્થમ્' પદ સાથે સંબંધ થાય છે. તે આ રીતે કે (૧) ‘છુ.વેયળરવવઢ્ઢા મુંગ’ = ‘ક્ષુદેવનારક્ષાર્થે મુન્નીત’ = દ્વેદનાની રક્ષા માટે અર્થાત્ બુભુક્ષા = ભૂખરૂપ પીડાને દૂર કરવા માટે વાપરે. કારણ કે કહેવાયું છે કે ‘વુમુક્ષા સદૃશી હિ નાસ્યન્યા પીડા' = ભૂખ જેવી બીજી કોઈ પીડા નથી. માટે તેના નાશ માટે વાપરે. એમ બધે જોડવું, તથા, ‘સાધુ આહારને’ એ અધ્યાહારથી લેવું.
(૨) ‘વૈયાવન્દ્વવવઠ્ઠા મુંનફ' = 'वैयावृत्त्यरक्षार्थम् भुञ्जीत' = આચાર્ય વગેરેની વૈયાવચ્ચ એટલે ભાત-પાણી આદિ દ્વારા આચાર્ય આદિની સેવા. ભૂખ્યો સેવા ન કરી શકે. માટે તેની રક્ષા માટે. અર્થાત્ વૈયાવચ્ચની હાનિના નિવારણ માટે = વૈયાવચ્ચમાં ઓછાશ ન આવે તે માટે સાધુ આહાર વાપરે.