________________
૮૩૮
પાંચ પ્રકારના ગ્રાસૈષણાદોષો
ફ્લેશફળ કહેવાય છે. અર્થાત્ એ ક્લેશરૂપી ફળનું કારણ બને છે. કારણ કે, દોષયુક્ત આહા૨, એ અક્ષુધા - અજીર્ણાદિને ઉત્પન્ન કરવા દ્વારા શરીરવ્યથાને ઉત્પન્ન કરે છે. (કહ્યું છે કે, અતિરિક્ત આહાર પીડા ઉપજાવે છે અને તે વમન અને ઝાડાનું કારણ બને છે.)
આ બધાનો ભાવાર્થ આ થયો કે, જ્ઞાનાદિવૃદ્ધિને ઉત્પન્ન કરનારથી જુદું જે પણ છે તે પ્રમાણદોષથી દુષ્ટ જાણવું. તે પ્રમાણદોષના ૬ ભેદો છે.
પ્રકામ વગેરે ૬ પ્રમાણ દોષો –
(૨) પ્રામં (૨) નિઝામં (૨) પ્રળીત (૪) અતિદુર્જ (બ) અતિવદુશ; અને (૬) અતિપ્રમાળં. જેનું બીજું નામ ‘અતૃપ્યમાનં’ છે.
(૧) ‘પ્રજામં’ બત્રીશ કોળીયાથી વધારે. એટલે કે તેત્રીશ વગેરે કોળીયાનું ભોજન એક જ દિવસમાં કરે તો એ પ્રકામ કહેવાય છે. અહીં આટલું ધ્યાન રહે કે જે આહારાદિમાંથી સ્નેહ = ઘી વગે૨ે ચીકણાં પદાર્થોના બિન્દુઓ ટપકતાં ન હોય એવા કોળિયાઓમાં પ્રકામપણું જાણવું. જો એજ પ્રકામ આહા૨માં સ્નેહના બિન્દુઓ ટપકતાં હોય = ઘી વગેરેથી લથપથ હોય તો એમાં પ્રકામ અને પ્રણીત બન્ને દોષો સંભવે છે. આ જ પ્રમાણે છએ છ દોષોમાં દોષોનું સંક૨પણું જાણવું.
(૨) ‘નિામં’ પ્રકામ ભોજન જ જો એકથી વધુ દિવસો કરવામાં આવે. અર્થાત્ બીજાત્રીજા વગેરે દિવસોમાં કરવામાં આવે તો એને નિકામ કહેવાય છે.
(૩) ‘પ્રળીત’ કોળીયારૂપે ઉપાડવામાં આવતાં આહારાદિમાંથી જો ઘી વગેરે ગળતું હોય = ટપકતું હોય તો એ ભોજન પ્રણીત = લથપથતું કહેવાય છે.
=
(૪) ‘તિવદ્યુ’ એક દિવસે ન્યૂનોદરતા વિના = ઉણોદરી વિના પેટ ભરીને પરિપૂર્ણભોજન વાપરે એ ‘વર્તુમ્’ કહેવાય છે. તે બહુકને ઓળંગીને અતિશય એટલે કે પોતાના પેટ માટે પર્યાપ્ત આહારના પ્રમાણ કરતાં વધારે અશનાદિ જે બે વાર વાપરે. તે અતિબહુકમ્ કહેવાય છે.
(૫) ‘અતિવદુશ:' = ત્રણવાર જે અતિબહુકમ્ અશનાદિ વાપરે તે.
(૬) ‘અતિપ્રમાળ' = ‘અતૃપ્યમાનં’ = અતિલોલુપતાથી તૃપ્તિ નહીં પામતો ત્રણ વા૨થી વધારે ચોથી વગેરે વાર સાધુ જે અશન વગેરે વાપરે તે અતિપ્રમાણ કે અતૃપ્યમાન કહેવાય
છે.
આ પ્રમાણ દોષથી દુષ્ટ છએ પ્રકારના આહાર સાધુ વાપરે નહિ. તથા,