________________
પાંચ પ્રકારના ગ્રાસૈષણાદોષો
પેટને આશ્રયીને કાળની અપેક્ષાએ ભાગ પાડીને ભોજન અને પાણીનું પ્રમાણ
પુરુષ વગેરેને આશ્રયીને બત્રીશ કવલ વગેરેનું માન તો પાણી વિના માત્ર કવલાહારનું છે. પાણી સાથે તો કાળની અપેક્ષાએ અલગ અલગ વિભાગથી તે કવલનું પ્રમાણ જાણવું. તે આ રીતે કે, કાળના ત્રણ પ્રકારો છે - (૧) શીત (૨) ઉષ્ણ (૩) સાધારણ.
-
૮૩૭
(૧) જે કાળે ઠંડી ઘણી હોય તે શીતકાળ, (૨) જે કાળે ઘામ-બફારો અધિક હોય તે ઉષ્ણકાળ અને (૩) જેમાં ઠંડી-ગરમી બન્ને સમાન હોય તે સાધારણકાળ છે.
‘મોન’ = ભોજનને કરનારના ઉદર = પેટના બધાં જ વિવર = પોલાણના ૬ ભાગો કલ્પવા. તેમાં, સાધારણકાળે ભોજન અને પાણીને વાપરવાનું પ્રમાણ આ પ્રમાણે જાણવું. પેટના ત્રણ ભાગોને છાશ વગેરે વ્યંજનથી યુક્ત કૂરાદિ અશનથી પૂરવા અને બે ભાગો કાંજીકાપાનથી = કાંજીનું પાણી, શુદ્ઘપાણી વગેરે પ્રવાહીથી ભરવા તથા ૬ઠ્ઠો ભાગ ખાલી રાખવો જેથી વાયુ આમથી તેમ ફરી શકે. જો એમ ન કરવામાં આવે તો વાયુ પીડા કરે. તેથી પેટ માટે પાંચ જ ભાગ સદા ઉપયોગી બને છે. કહેવાયું છે કે,
પેટના કલ્પેલા ૬ ભાગમાંથી ૩ ભાગ વ્યંજનયુક્ત આહારથી ભરવા. બે ભાગ કાંજીકાદિ દ્રવથી = પ્રવાહીથી ભરવા અને વાયુના સંચાર માટે છઠ્ઠો ભાગ ખાલી રાખવો.
(૧)'
શીતકાળમાં પાણીથી એકભાગ ભરવો, ચાર ભાગ આહારથી ભરવા અને ૧ ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો. આ વાત બધે જ સમજી લેવી.
ઉષ્ણકાળમાં ૩ ભાગ પાણીથી ભરવા ૨ ભાગ આહારથી ભરવા. અહીં આહારપાણીના વિષયમાં ભૂખની વૃદ્ધિમાં આહારની વૃદ્ધિ કરવી અને તરસની હાનિમાં પાણીની હાનિ કરવી વગેરે સમજી લેવું.
ઉપરોક્ત આહારપ્રમાણ સિવાયનું પ્રમાણ ફ્લેશફળ છે અને વિરુદ્ધ દ્રવ્યનો આહાર પણ ક્લેશફળ છે –
=
ઉપર બતાવ્યા પ્રમાણે આહારનું પ્રમાણ છે. આનાથી વ્યતિરિક્ત ન્યૂન કે અધિક આહાર લેવામાં પ્રમાણદોષ છે. એટલે જ કહે છે કે, ‘સેસં’ = ‘શેષ’ સંયમાદિના નિર્વાહનાં કારણભૂત, પોતાના દેહને ગુણકારી એવા આહારના માનથી જુદો. એટલે કે ન્યૂન કે અધિક આહાર. અથવા પ્રકામ કે અતિબહુ વગેરે દોષયુક્ત આહારાદિ. પ્રકામ - અતિબહુક વગેરેનું સ્વરૂપ હવે આગળ કહેવામાં આવશે, તે દોષયુક્ત આહાર શેનું કારણ બને છે ? તે કહે છે, ‘જિજ્ઞેસાં' = ‘ફ્લેશાં' ક્લેશ એટલે કે શરી૨પીડા, એ છે ફળ = પ્રયોજન જેનું એ