________________
८४०
પાંચ પ્રકારના ગ્રામૈષણાદોષો અહીં, મૂળકારશ્રીએ દોષદર્શન કરાવવા દ્વારા અર્થાત અતિબહુકાદિ ત્રણ દોષના દર્શન કરાવવા દ્વારા પ્રકામાદિ બાકીના ત્રણેય દોષની વાત ઉપલક્ષણથી કરી દીધી છે એમ સમજી લેવું. પ્રકામાદિ ત્રણ દોષોનો ઉલ્લેખ કર્યા વિના માત્ર જે અતિબહુકાદિ ત્રણ દોષોને લીધા છે તેનું કારણ આ છે – અતિબહુકાદિ ત્રણ દોષો એ આત્મવિરાધના વગેરે ઉત્પન્ન કરનાર હોવાથી એનો અત્યંત પરિહાર = ત્યાગ કરવો એમ બતાવવા માટે.
પ્રમાણથી વધારે ભોજનમાં દોષો અને પ્રમાણસર ભોજનમાં ગુણો -
આત્મવિરાધના આદિની સંભાવના જણાવતાં કહે છે કે, અજીર્ણ પામતાં આહારાદિથી મરણ વગેરે થાય એ આત્મવિરાધના. અજીર્ણથી શરીર અત્યંતઠંડુ પડી જાય વગેરે કારણે શરીરમાં પ્રાણનો સંચાર કરવા તાપણાં વગેરે કરાય છે જેમાં તેજસ્કાયાદિની વિરાધના થાય એ સંયમવિરાધના. | (અહીં પ્રાસંગિક થોડી વાત જાણવી કે પૂર્વકાળમાં જ્યારે છાતી અચાનક અટકી જાય. કે શરીર એકદમ ઠંડું પડી જાય ત્યારે ચારે બાજુ મોટા તાપણાં કરવામાં આવતાં કે જેથી ગરમીના લીધે છાતી પાછી ધડકતી થઈ જાય. અથવા શરીરમાં ગરમી પેદા થતાં શરીરમાં પ્રાણનો સંચાર ચાલુ થઈ જાય. વર્તમાનમાં પણ તીવ્રહૃદયરોગના હુમલાદિમાં ડૉક્ટરો કરન્ટના શોક આપે છે. જેથી છાતીનો ધબકાર ચાલુ થઈ જાય. એ કરંટ એટલે એક જાતનું તાપણું જ છે ને ? અસ્તુ.)
તથા, “આ લોકો ખાઉધરા છે” એ પ્રમાણે લોકોમાં અપવાદ થાય. એ રીતે પ્રવચનવિરાધના થાય.
અતિબહુકાદિ આહારમાં જેમ આત્મવિરાધનાદિ ત્રણ દોષો બતાવ્યા એજ રીતે ઉપલક્ષણથી પ્રકામાદિ ભોજનમાં પણ આ ત્રણેય અને બીજા પણ બ્રહ્મચર્યવિરાધના આદિ દોષો જાણવા.
ઉપરોક્ત દોષોથી બચવા માટે પ્રમાણસર જ ભોજન લેવું જોઈએ. કારણ કે, તે ગુણકારી છે.
વળી જે લોકો અપથ્યને છોડનારા હોય છે, ૩ર કોળીયા કે તેથી પણ ઓછું વાપરનારા હોય છે તેઓને બીજા વૈદ્ય પાસે ચિકિત્સા કરાવવાની જરૂર નથી પડતી. કારણ કે ઉપરોક્ત પ્રમાણસર ભોજન લેનારા તેઓ જાતે જ વૈદ્ય જેવા છે. આમ, પ્રમાણયુક્ત ભોજન કરવામાં વિશેષ ગુણ છે. તેનાથી જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે. (૯૬)
અવતરણિકા - આ પ્રમાણે “પ્રમાણદોષ' કહ્યો. હવે અંગાર અને ધૂમ નામના બન્ને