________________
પાંચ પ્રકારના ગ્રાસૈષણાદોષો
૮૩૩
અંદર. ‘વા’ એ વિકલ્પને સૂચવનાર છે. ‘રસહેરું’ = ‘રહેતોઃ’ રસના ઉત્કર્ષ માટે. એટલે કે સારા સ્વાદ માટે. ‘વ્યસંગો' = ‘દ્રવ્યસંયોગઃ' ભિક્ષામાં કૂરાદિ દ્રવ્યોના લાભમાં રસની વૃદ્ધિના લીધે દહીં વગેરેને મેળવે = ભેળવે તેને દ્રવ્યસંયોગ કહેવાય છે.
'
આવી રીતે સાધુ જે કરે એ પ્રથમ સંયોજના નામનો દોષ થાય છે.
અહીં ભાવાર્થ આ છે કે સંયોજના બે રીતે થાય છે - (૧) ભાવસંયોજના. (૨) દ્રવ્યસંયોજના. અહીં દ્રવ્યસંયોજનાની વાત લેવાની છે.
(૧) ભાવસંયોજના :- ગૃદ્ધિના પરિણામથી ક્ષીરાદિદ્રવ્યોનું સંયોજન કરવામાં આત્મામાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનું સંયોજન થાય છે. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાય છે. એટલે કે, ભાવથી = દ્રવ્યની વૃદ્વિરૂપ અધ્યવસાયથી આત્માની સાથે કર્મોનું મીલન થાય છે. તે કર્મો દ્વારા સંસારનું મીલન થાય છે અને તે સંસાર દ્વારા જ દુ:ખનું મીલન થાય છે. માટે તે ભાવસંયોજના કહેવાય છે.
દ્રવ્યસંયોજનાના બાહ્ય અને અત્યંતર બે પ્રકારો, તેમાં પણ બાહ્યસંયોજનાના બે
પ્રકારો
(૨) દ્રવ્યસંયોજના :- બે પ્રકારે છે (i) બાહ્ય (ii) અત્યંતર. અહીં બાહ્ય-અત્યંતરપણું ક્રમશઃ ભોજનક્રિયાના અપ્રત્યાસન્નતા અને આસન્નતાને આશ્રયીને જાણવું. (અર્થાત્ દ્રવ્યસંયોજનાનું બાહ્ય-અત્યંતરપણું આમ તો વાપરતી વખતે હોય છે. વાપરતાં પૂર્વે પાત્રાદિમાં જે વસ્તુનું મિલન કરે તે બાહ્યસંયોજના થાય અને મોઢામાં જે મીલન કરે અથવા પાત્રમાં કે મુખમાં મીલન કરે તે અત્યંતર સંયોજના થાય. ટીકાકારે અહીં બાહ્યઆપ્યંતરનો ખુલાસો આ પ્રમાણે કર્યો છે કે જે ભોજનક્રિયાને અપ્રત્યાસન્ન હોય એટલે કે વસતિની બહાર જે કરવામાં આવે તે ‘બાહ્ય’ તરીકે જાણવું અને જે આસન્ન હોય એટલે કે વસતિની અંદર જે ક૨વામાં આવે તે ‘અત્યંતર' તરીકે જાણવું.) આ જ વાતને સ્પષ્ટ રીતે કહે છે કે,
(i) બાહ્યદ્રવ્યસંયોજના : (A) રસના હેતુથી દ્રવ્ય માટે ફરવું. અને (B) તે દ્રવ્યોનું અલગ-અલગ પાત્રોમાં ગ્રહણ કરવું. એમ બે પ્રકારની બાહ્ય દ્રવ્યસંયોજના છે. બન્ને પ્રકારની પણ સંયોજનાને ભિક્ષામાં ફરતાં વસતિની બહાર કરે છે. તે આ પ્રમાણે કે,
(A) કોઈ સાધુએ ભિક્ષામાં ફરતાં શાલ્યાદિ કૂર કે દૂધ પ્રાપ્ત કર્યા. તેની પ્રાપ્તિ પછી રસમૃદ્ધિથી દહીં, સાકર, ગોળની ગવેષણા માટે ફરે. અથવા મણ્ડક, મગ, શાલ્યાદિની પ્રાપ્તિમાં ઘી, દહીં, ‘સિધપત્રશા’ વઘારેલું લીલું શાક, ભાજી વગેરે શાલનકાદિ માટે ફરે.