________________
૮૨૬
વિસ અસમાધિસ્થાનો (૧) દ્રતદ્રુતચારી - જે જલ્દી જલ્દી જાય છે તે અનુકરણ શબ્દને લીધે દુતદ્રુતચારી કહેવાય છે. ર અને પ પછીના અસમાધિસ્થાનની અપેક્ષાએ સમુચ્ચય માટે છે. જલ્દી જલ્દી ચાલનારો સંયમ અને આત્માથી નિરપેક્ષ રીતે જતા પડવા વગેરેથી પોતાની અસમાધિ કરે છે અને બીજા જીવોને હણતો તેમની અસમાધિ કરે છે, જીવહિંસાથી બંધાયેલા કર્મથી પરલોકમાં પણ પોતાની અસમાધિ કરે છે. માટે ઝડપથી ચાલવું એ અસમાધિનું કારણ હોવાથી અસમાધિસ્થાન છે. એમ બીજે પણ યથાયોગ્ય રીતે જાણવું.
(૨-૩) અપ્રમાર્જિતચારી, દુષ્પમાર્જિતચારી - ઊભા થવું, બેસવું, આડા પડવું વગેરેમાં નહીં પ્રમાર્જનારો કે ખરાબ રીતે પ્રમાર્જનારો આત્મા વગેરેની વિરાધનાને પામે છે.
(૪) અતિરિક્તશધ્યાસનિક - મોટી વસતિમાં રહે અને પાટ વગેરે આસનો ઘણા રાખે તે. ઘંઘશાલા વગેરે રૂપ મોટી વસતિમાં બીજા સંન્યાસીઓ વગેરે પણ આવીને રહે છે. એટલે તેમની સાથે ઝઘડો થવાથી પોતાની અને બીજાની અસમાધિ કરે છે. એ પ્રમાણે વધુ આસન રાખવામાં પણ અસમાધિ દોષ કહેવો.
(૫) રાનિકપરિભાષી - આચાર્ય વગેરે પૂજ્ય પુરુષોનો પરાભવ કરે છે તે પોતાની અને બીજાની અસમાધિ કરે છે. | (૬) સ્થવિરોપઘાતિક - આચાર્ય વગેરે ગુરુઓનો આચારના દોષથી અને શીલના દોષથી કે જ્ઞાન વગેરેથી ઉપઘાત કરવાના સ્વભાવવાળો હોય તે.
(૭) ભૂતપઘાતિક - વિના કારણે એકેન્દ્રિય જીવોને હણે તે. (૮) સંજવલન - દરેક ક્ષણે ગુસ્સો કરે તે. (૯) ક્રોધન - એક વાર ગુસ્સે થયેલો અત્યંત ગુસ્સો કરે તે. (૧૦) પૃષ્ટિમાંસાશિક - બીજાની પીઠ પાછળ તેની નિંદા કરે તે.
(૧૧) અભિષ્ણ અભિક્ષણે અવધારયિતા - વારંવાર સમર્થ વસ્તુને અસમર્થ કહે, “આ આવી જ છે એમ કહે છે, અથવા વારંવાર બીજાના ગુણોનું અપહરણ કરે, જેમકે દાસ વગેરે ન હોય એવા પણ બીજાને “તું દાસ છે, તું ચોર છે વગેરે કહે તે.
(૧૨) અધિકરણોત્પાદક - પૂર્વે નહીં થયેલા ઝઘડા કે યંત્ર વગેરેને ઉત્પન્ન કરે તે. (૧૩) પુરાતનાધિકરણોદીરક- પૂર્વે માફી માંગીને શાંત થયેલા ઝઘડાને ફરી ઉત્પન્ન કરે
(૧૪) સરજસ્કપાણિપાદ - સચિત્ત વગેરે રજવાળા હાથથી અપાતી ભિક્ષા લે તે, તથા