Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન–સામગ્રી
બીજ યુગમાં ૧૮૮૦ માં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ “ગુજરાતી સાપ્તાહિકને પ્રારંભ કર્યો એ સાથે ગુજરાતી પત્રકારત્વમાં એક નવા યુગને સંચાર થયે. સમાજ-સુધારા કરતાંયે રાજકીય પ્રશ્નોને વિશેષ વાચા આપવામાં આવી. ભાષાની શુદ્ધિ પર પણ ધ્યાન આપવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીએ ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે પ્રવેશ કર્યો અને નવજીવનનું સુકાન હાથમાં લીધું તે સાથે પ્રજાજાગૃતિને જુવાળ આરંભાયે. વીસમી સદીની શરૂઆતથી ગુજરાતી અખબારોએ રાજકારણમાં સવિશેષ રસ લેવા માંડ્યો, જેના પરિણામે પ્રજામાં રાજકીય જાગૃતિ આવી અને ગાંધીજીના વિચારોને પ્રચાર વૃત્તપત્રો દ્વારા થવા લાગ્યા.
ત્રીજા યુગમાં એટલે કે ઈ. સ. ૧૯૧૮ થી જીવનના પ્રત્યેક ક્ષેત્રે ક્રાંતિકારી વિચારોની અસર પ્રબળ બની એમાં ‘યંગ ઈન્ડિયા” “નવજીવન” “હરિજનબંધુ' (ગુજરાતીમાં તેમજ હિંદુસ્તાનમાં) “હરિજન” (અંગ્રેજીમાં) સૌરાષ્ટ્ર કચ્છ-વર્તમાન ફૂલછાબ કછ–મિત્ર કેસરી” “સન” “નવ સૌરાષ્ટ્ર “પ્રજાબંધુ' “ગુજરાતી પંચ ગુજરાત મિત્ર “ગુજરાત-દર્પણ” “દેશીમિત્ર “ખેડા -વર્તમાન પ્રજામત “જન્મભૂમિ વંદેમાતરમ' વગેરે અનેક વૃત્તપત્રોએ મહત્વનો ફાળો આપ્યો છે. ગાંધીજીએ વૃત્તપત્રના માધ્યમ દ્વારા પ્રજા-ઘડતરનું કાર્ય કર્યું અને સમાચારપત્રને એક ન આદર્શ લેકે સમક્ષ મૂકી આપે. દેશમાં રાજકીય જાગૃતિ લાવવામાં ‘નવજીવનને અમૂલ્ય ફાળો છે. એણે સ્વાધીનતાને અવાજ રજૂ કરી આઝાદીની અહિંસક ચળવળને વેગ આપ્યું.
સૌરાષ્ટ્ર પણ બીજાં અન્ય ક્ષેત્રોની જેમ પત્રકારત્વમાં પણ મહત્વનું પ્રદાન કર્યું છે. દેશી રાજ્યના વહીવટમાંથી જન્મેલા પ્રશ્નોએ સૌરાષ્ટ્રને પિતાનું વૃત્તપત્ર હોવાની લાગણી જન્માવી અને એમાંથી સૌરાષ્ટ્રમાં સ્વતંત્ર પત્રકારત્વ ઉદ્દભવ્યું. સર્વશ્રી શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, કક્કલભાઈ કોઠારી, હરગોવિંદ પંડયા, મણિશંકર કીકાણી વગેરેએ સૌરાષ્ટ્રને અવાજ રજૂ કરીને સમગ્ર દેશના રાષ્ટ્રિય પત્રકારત્વમાં પ્રણેતાનું કાર્ય કર્યું છે. વિજ્ઞાનવિલાસ ગુજરાત શાળાપત્ર' “જ્ઞાનદીપક “કાઠિયાવાડ ટાઈમ્સ “પ્રિયંવદા' “શારદા “કૌમુદી' “માનસી” “રોહિણી” “સૌરાષ્ટ્ર (પાછળથી ફૂલછાબ') “જયહિંદ' “નવ સૌરાષ્ટ્ર વગેરે વૃત્તપત્રોએ મહત્વનો ફાળો આપ્યો છે. - આ ઉપરાંત જુદાં જુદાં શહેરોમાંથી અવારનવાર નાનાં નાનાં અનેક સામાયિક નીકળેલાં એમાનાં ઘણાં બહુધા અલ્પજીવી રહ્યાં. આ પત્રોમાંથી બહુ ઓછા આજે ચાલુ છે. ભારતમાં જેમ અનેક કામો જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ છે તેમ એનાં કેમ પત્રો અને જ્ઞાતિનાં સામયિક છે; જેમકે : લેહાણા હિતેચ્છું” જૈનહિતેચ્છુ“કપોળ” “ક્ષત્રિયમિત્ર” “આત્માનંદપ્રકાશ પ્રણામી ધર્મપત્રિકા