Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન–સામગ્રી
‘અમદાવાદ સČસંગ્રહ' (લે. કપિલરાય મહેતા, ૧૯૪૮), ‘ચરોતર સ`સગ્રહ', ભાગ ૧-૨ (૧૯૫૪), ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ', (લે. શંભુપ્રસાદ હ. દેસાઈ, ૧૯૫૭), ‘સૂરત–સાનાની મૂરત' (લે. ઈશ્વરલાલ હ. દેસાઈ, ૧૯૫૮), ‘કચ્છનું સંસ્કૃતિદર્શન (લે. રામિસંહજી કા. રાઠેાડ, ૧૯૫૯) ખાસ નાંધપાત્ર છે. ગાંધીજીની આત્મકથાની જેમ શ્રી ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા ભાગ ૧-૩ (૧૯૫૫–૫૬) તથા ‘મહાદેવભાઈની ડાયરી,' ભા. ૧-૧૮ (૧૯૪૮-૮૧) પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયેાગી નીવડે એમ છે.
૫
૧૯૬૦ માં ગુજરાત રાજ્ય સ્થપાયું ત્યારથી ગુજરાતના અર્વાચીન ઇતિહાસના ક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ સધાઈ. એનાં પગરણ થયાં સ્થાપના-દિને પ્રકાશિત થયેલ ‘ગુજરાતદર્શન’(સંભોગીલાલ ગાંધી)થી. એમાં અર્વાચીન રાજકીય ઇતિહાસ નહિવત્ અપાયા છે, પરંતુ અર્વાચીન સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓની રૂપરેખા આલેખાઈ છે. ૧૯૬૧ માં ભારતીય રાષ્ટ્રિય કાંગ્રેસનું ૬૬ મું અધિવેશન ભાવનગરમાં ભરાયું તે પ્રસ ંગે એની સ્વાગત સમિતિ તરફથી જે સ્મૃતિગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા તેમાં ગુજરાતને અર્વાચીન ઇતિહાસ અતિસંક્ષેપમાં અપાયા છે, પરંતુ એમાં ‘જાહેર જીવન'ના ખંડમાંનાં અનેક પ્રકરણ અર્વાચીન રાજકીય ઘટના પર ઘણા પ્રકાશ પાડે છે. ‘ગુજરાત : એક પરિચય' નામે આ ગ્રંથના સોંપાદક શ્રી રામલાલ પરીખે ગુજરાતનાં અનેક સાંસ્કૃતિક પાસાં વિશે તજ્ઞ લેખાના લેખ પ્રાપ્ત અને સંકલિત કરી ગુજરાતના વિવિધ જીવનનું સુરેખ દર્શન કરાવ્યું છે. આ દળદાર સ્મૃતિગ્રંથ સંદર્ભગ્રંથ તરીકે ઘણા ઉપકારક નીવડયો છે.
કાકાસાહેબ કાલેલકરે ‘ગુજરાતમાં ગાંધીયુગ'(૧૯૬૮)માં ગાંધીયુગના શૈક્ષણિક સામાજિક અને સાહિત્યિક પ્રવાહનું ઐતિહાસિક અવલાયન ક્યું છે.
અર્વાચીન ગુજરાતના ઇતિહાસનું એક વ્યવસ્થિત પુસ્તક ૧૯૭૪ માં પ્રકાશિત થયું, એ છે શ્રી શિવપ્રસાદ રાજગોરે લખેલા ‘અર્વાચીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'. એમાં આ ગ્રંથના કાલખાંડને લગતા ઇતિહાસ એનાં છેલ્લાં પ્રકરણામાં આલેખાય છે ને એમાં રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનું સુરેખ સોંકલન કરવામાં આવ્યું છે. આ પ્રકાશને એ વિષયના પુસ્તકની લાંબા વખતની ખેાટ ઘણે અંશે નિવારો છે.
દરમ્યાન ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા તરફથી ખારસદ લીબડી બારડાલી રાજકાટ ધ્રાંગધ્રા માસા ધેાલેરા વગેરેના સ્થાનિક સત્યાગ્રહે। વિશે