Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
તેમજ દાંડીકૂચ અને ધારાસણાને જંગ તેમજ જૂનાગઢની આરઝી હકૂમત જેવી અતિહાસિક ઘટનાઓ વિશે પરિચય–પુસ્તિકાઓ પ્રગટ થતી રહી છે. વળી, ગુજરાતની યુનિવર્સિટીઓમાં બ્રિટિશ કાલનાં દેશી રાજ્યના તથા સ્વાતંત્ર્યસંગ્રામમાં ગુજરાતે, ગુજરાતના અમુક વિભાગે કે ગુજરાતના અમુક સ્થળે કરેલા પ્રદાનના ઈતિહાસ વિશે પણ સંશોધન થતું રહ્યું છે. ગુજરાતના ક્રાંતિવીરોની પ્રવૃત્તિઓ, દેશી રાજ્યનું વિલીનીકરણ તથા મહાગુજરાતની લડત તેમજ સ્થાનિક દેખાવમાં ભોગ બનેલ વ્યક્તિઓની જાનહાનિ જેવી અન્ય એતિહાસિક ઘટનાઓ વિશે હજી અભ્યાસ પૂર્ણ વિગતવાર પુસ્તકની ખેટ સાલે છે. ગુજરાતનાં ડિસ્ટ્રિકટ ગેઝેટિયરમાં ઈતિહાસના પ્રકરણમાં તે તે જિલ્લાના અર્વાચીન ઇતિહાસની મુખ્ય માહિતી મળી રહે છે, પરંતુ ગેઝેટિયરને સામાન્ય ગ્રંથ પ્રકાશિત થશે ત્યારે એમાં ગુજરાતના અર્વાચીન ઈતિહાસની મુખ્ય સંકલિત માહિતી ઉપલબ્ધ થશે. ૫. વર્તમાનપત્રો અને સામયિકે
ભારતમાં અને ગુજરાતમાં વર્તમાનપત્રો સામયિક અને છાપખાનાં અંગ્રેજોના આગમન પછી અસ્તિત્વમાં આવ્યાં છે. પ્રારંભમાં વર્તમાનપત્રો પર સરકારને સખ્ત જાપ હતો. “મુંબઈ સમાચાર' “જામે જમશેદ “રાસ્તોસ્તાર બુદ્ધિપ્રકાશ' ડાંડિયે “પારસીપંચ” “ગપસપ “સત્યપ્રકાશ” “સ્વધર્મવર્ધક “ખેડાવર્તમાન “શાળાપત્ર' “સમશેર બહાદુર' “વસંત “પ્રિયંવદા' “ચંદ્રોદય’ ‘હિતેચ્છું ગુજરાતી “ગુજરાતદર્પણ” “સ્ત્રી-બોધ' “પ્રજામિત્ર” “સમાલોચક “સુંદરી સુબોધ પ્રજાબંધુ' “ગુજરાતી પંચ” વગેરે જેવાં અનેક વૃત્તપત્રો અને માસિક શરૂ થયેલાં, પરંતુ મોટા ભાગનાં કાલના પ્રવાહમાં ટકી શક્યાં નહીં, જેની વિગત અગાઉના ગ્રંથ ૮ માં આવી ગઈ છે.
ગુજરાતી વૃત્તપત્રના ઈતિહાસમાં ત્રણ યુગ અથવા તબક્કા પાડી શકાય ? (૧) ઈ. સ. ૧૮૨૨ માં “શ્રી મુમબઈના સમાચારની સ્થાપનાથી તે
ઈ. સ. ૧૮૮૦ સુધીને, (૨) ઈ. સ. ૧૮૮૦ માં “ગુજરાતી' સાપ્તાહિક શરૂ થયું ત્યારથી તે
ગાંધીજીએ ૧૯૧૯ માં ‘નવજીવન’ સંભાળ્યું ત્યાં સુધી, અને (૩) ઈ. સ. ૧૯૧૮ થી અદ્યપર્યતને.૪
પ્રથમ યુગનાં વૃત્તપત્રોમાં અણઘડ ભાષા, સમાચારોમાં સામાજિક બાબતોને પ્રાધાન્ય અને રાજકીય બાબતે પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. “અખબારે સોદાગર' “ચાબુક' “મુમબઈ શમશેર” “સ્વતંત્રતા' ઇત્યાદિ વૃત્તપત્રો એનાં ઉદાહરણ છે.