Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ લું ] અણહિલપાટક પત્તન
[૩ બેંધે છે, એ પાછળની પરંપરા નિરાધાર હશે એમ કહેવું મુશ્કેલ છે, પરંતુ એમાંનું “કન્યકુજ પ્રતિબદ્ધ ગુજરદેશ’ એવું નામ તથા નિરૂપણ અહીં પછીના વનરાજના સમયને અનુલક્ષીને હેવાનું ગણવું પડે. અગ્નહાર(સં. કરાર = બ્રાહ્મણને દાનમાં અપાયેલ ગામ)થી ખંભાત જતાં એક જિન આચાર્ય લફખારામમાં આવ્યા હોવાનું વર્ણવાયું છે તે “અગહાર’ ગામ પાટણની નજીક આજે પણ છે અને અઘાર” નામે ઓળખાય છે, અને એ તરફ જવા માટે દરવાજે “અદ્યારે” દરવાજે કહેવાય છે. પ્રાકૃત “લખારામ નું સંસ્કૃત રૂપ જલારામ થાય. “લાખાનો બગીચે કે વાડી, પ્રાય: એ નામનું બૌદ્ધ સ્થાન લકખલાખો એ માલિક કે સ્થાપકનું નામ હોય; સર૦ જેવન, પિતારામ આદિ.
બૌદ્ધ વિહારના અર્થમાં “સંઘારામ” શબ્દ જાણીતું છે. અણહિલવાડ પાટણ આસપાસની નિબિડ વનરાજિનું વર્ણન સોમેશ્વર આદિએ કર્યું છે. ભેખડો વિનાની સપાટ ભૂમિમાં વહેતી સરસ્વતીના તીરપ્રદેશની, કાંપથી છવાયેલી જમીન ફળદ્રુપ અને બગીચા જેવી હોય. વળી પાટણની સ્થાપનાથી કેટલીક સદીઓ પૂર્વે આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ સુપ્રચલિત હતા, એ રીતે પણ આ જૂનું નામ સાર્થક ગણાય.
હવે, પાટણની સ્થાપનાનાં આનુશ્રુતિક વર્ષ અને તિથિ વિચારીએ. એક હસ્તલિખિત ગુટકામાંથી પ્રાચીન પાટણની નીચે મુજબ કુંડળી મળી હતી: ___ संवत् ८०२ वर्षे शाके ६६८ वर्षे प्रवर्तमाने वैशाख सुदि ३...... नक्षत्र रोहिणी, उदयात् घटी २२, पल ३० समये श्रीमद गहिलपुरपाटणशिलानवेशअणहिलपुरपाटणनी जन्मोत्तरी.
जन्मलग्न
T
જી
૧૦
કે ૧૧ |
१२