________________
ઉત્તર અને મધ્યવર્તિ ગુજરાતની ઠાકોર, મીર, મેર, રબારી, માલધારી, ડર, વાઘેર, આ બધાનાં શારીરિક રીતે સ્ત્રીપુરૂનાં ગઠીલા સ્વસ્થ શરીરે અને પ્રસન્ન વ્યવસાયે ગુજરાતનાં સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ બનાવે છે. | ગુજરાતનાં ચતુર અને બુદ્ધિશાળી ખેડૂત, પાટીદાર, જૈન વણિકે તથા સાહસી વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને પણ તેમની વિશિષ્ટ જીવન પ્રણાલી છે. ગુજરાતનાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોની પણ જુદીજુદી જ્ઞાતિઓને પિતાનાં અવનવાં સ્વરૂપ છે.
ગ્રામપ્રદેશમાં વસતી જનજાતિઓનાં વસ્ત્રાભૂષણ, ઘરની ભીંત પરના ચિત્રો અને લપની પદ્ધતિઓ, તેમની દેવતપાસના આ બધાં એકએક વિષયે સમાજશાસ્ત્રીય અને કલા વિધાનનાં ગ્રંથનાં રેચક વિષયો પૂરા પાડે તેવાં છે.
(બ) ગુજરાતનાં પશુ-પક્ષી ધનો
ગુજરાત દૂધઆપનાર, ઉગી અને વન્ય પશુપક્ષીઓથી સમૃદ્ધ છે. ગીરનાં જંગલમાં વસતા કેસરીસિંહની એશિયાભરમાં માત્ર ગુજરાતમાં જ ગૌરવપૂર્ણ વસતી છે. કાંકરેજી ગાયો, સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં ગણાતા શ્રેષ્ઠ ઘડાઓ, ગિરનારની આસપાસના પ્રદેશની નવચાંદરી ભેંશ, મહેસાણા વિસ્તારની ભેશે, ઉત્તર ગુજરાતમાં હરણે, કચ્છનાં જગલી ગધેડા, ફલેમિંગ, ઉંટ, આ બધા પશુધનના વિસ્તાર છે.
પશુઓ ઉપરાંત કચ્છના રણ અને સૌરાષ્ટ્રના નળ સરોવરમાં આવીને કસમય માટે વસતા પક્ષીઓ પણ પક્ષ વિશારદો માટે અધ્યયનને ભરપૂર મસાલે પૂરો પાડે છે. આ ઉપરાંત મોર, સારસ, દરજી, પોપટ, લકકડખેદ, તેતર, કાગડાની જાતે, તેમજ બીજાં પણ અનેકવિધ પક્ષીઓ જાણીતાં છે. | ગુજરાતમાં પક્ષીઓની બાબતમાં શ્રી પ્રદ્યુમનભાઈ કંચનરાય દેસાઈ તથા પશુઓનાં
સ્વરૂપ સંસ્કૃતિમાં નિષ્ણાત શ્રી ધર્મકુમારસિંહજી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નિષ્ણાતો આપણે ત્યાં છે તે સભાગ્ય છે.
(ક) ગુજરાતનાં પ્રસિદ્ધ પડિત, શાસ્ત્રીઓ અને બહુશ્રત મેઘાવીએ
પ્રાચીન અને અર્વાચીન ભારતને ગુજરાતે વિધવિશ્રુત પંડિત, શાસ્ત્રીઓ, બહુશ્રુત વિદ્વાનો આપ્યા છે. દુર્વાસા, યવન સૌભરી અને યાજ્ઞવલય વગેરે દાર્શનિક ઋષિ મહર્ષિ એનાં આશ્રમે ગુજરાતમાં હતા. નર્મદાના કીનારે એક બેટ પર ભગવાન વેદવ્યાસ અને નર્મદાના સામાતટે અવધૂત શિરોમણી ભગવાન શુકદેવજીના આશ્રમો હતા, જે અદ્યાપિ પ્રસિદ્ધ છે. વૈશેષિક દર્શનના આચાર્ય કણાદનો આશ્રમ પ્રભાસમાં હતું એવું વાયુપુરાણમાં કથન છે. રામકથા દ્વારા વ્યાકરણને વણી લેનારા ભદ્દી કવિ અને પંચમહાકાવ્યમાંનું “શિશુપાલવધ” મહાકાવ્ય રચનાર માઘ કવિ ગુજરાતના હતા. બૌદ્ધધર્મના સુખ્યાત ચિંતક સ્થિરમતી, ગુણમતી વલભીમાં, જૈનધર્મના અસાધારણ વિદ્વાન અને “પ્રબંધચિંતામણિના રચયિતા મેરૂતુંગાચાર્ય વઢવાણનાં હતા.
& કાજ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ja nelibrary.org