Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૪
અને તેના પુસ્તક સંગ્રહની વિગત બતાવી છે તેનું વર્ગીકરણ આ પ્રમાણે છેઃ—
અંગ્રેજી ૨૫૦, ગુજરાતી ૧૨૪, મરાઠી ૪૪, ફારસી ૬, હિન્દુસ્તાની ૧, સંસ્કૃત ૨ (હાથપ્રત), અને હાથપ્રત ૨૬-કુલ ૪૫૬; જેમાંની ઘણીખરી સાર્સટીના હિતૈષીએ તરફથી ભેટ અપાઇ હતી,
સદરહુ પુસ્તકાલય વિષે, ઉપર બતાવ્યા પ્રમાણે જે છૂટીછવાઈ માહિતી મળી આવે છે તે પરથી માલુમ પડે છે કે તેના ઉપયાગ ઘણાખરા યુરેપિયન સભાસદો કરતા હતા. દેશી સભાસદે લાભ લેનાર તેા ભૂજ હતા;+ અને તેનું ખર્ચ આવકના પ્રમાણમાં બહેાળું થતું, પાંચ વર્ષની આખરે એ સંસ્થાના રીપોર્ટ તેતાં જણાય છે કે, તેના સભાસદોની સંખ્યા ૩૩ હતી; લાઈબ્રેરીનું ઉત્પન્ન રૂ. ૮૫ હતું; જ્યારે તેને એક દર ખર્ચ રૂ. ૩૭૩ બતાવાયે છે.
આવી કંગાળ સ્થિતિમાં પણ પુસ્તકાલયના લાભ વધુ પ્રમાણમાં લેવાય, એ ઉદ્દેશથી અને તેનું આકર્ષણ વધારવા સન ૧૮૫૪ માં રૂ. ૫૦૦ નાં પુસ્તકા અને ચાપાનિયાં નવાં ખરીદ કરવામાં આવ્યાં હતાં; તદુપરાંત રૂ. ૪૦૦ ની કિમ્મતનાં પુસ્તકા રા. સા. ભાગીલાલ સ્મારક ક્રૂડનાં મળ્યાં હતાં.
આટઆટલું કર્યાં છતાં પુસ્તકવાચન માટે જે અભિરુચિ વધવી જોઇએ તેનું કંઈ આશાજનક ચિહ્ન નજરે પડતું નહતું અને ખર્ચ તે આવકના પ્રમાણમાં પુષ્કળ થતું હતું. વળી સે!સાઈટીની આર્થિક સ્થિતિ તે વખતે એવી સંગીન નહોતી કે તેનાં અન્ય કાર્યો સાથે આ ખાટને ભાર તે લાંમા સમય ઉપાડી લઈ શકે; અને વધુમાં મકાન વિષે પણ મુશ્કેલી ઉભી થઇ હતી. સદરહુ લાઇબ્રેરી ભદ્રના મેડા પર આવેલી હતી; અને, “ સને ૧૮૫૫ ના જાનેવારી કે ફેમ્બરવારીમાં એવા તેગ બન્યા કે સાર્સટીની લેબ્રેરીમાં કેદખાનાનું જાળીયું પડતું હતું, તેમાંથી કેદીને વાસ્તે ચીંથરીમાં તમાકુ આંધીને સાર્સટીના એક સિપાઈએ નાખી, તે વાત જાહેર થવાથી તે સિપાઇને
* Board of Education Report, Page 135: Mr. Harrison's
letter.
+ It is a matter of surprise that a Society which has done and is doing so much for the spread of knowledge in Gujarat has so few subscribers especially among the natives. ( Report 1854–55).