Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૩૧
તેમણે મુંબાઈ જવું પડ્યું હતું. બાળક ભેગીલાલભાઈ પણ એમની સાથે હતા, તેમને ત્યાંની ગુજરાતી શાળામાં દાખલ કરવામાં આવ્યા અને એમની “વિલક્ષણ અને ગ્રાહ્ય બુદ્ધિના કારણે તેઓ વિદ્યાગુરુના પ્રિય શિષ્ય થઈ પડ્યા હતા, અને ગણિત શાસ્ત્રમાં તેમની ગમ્યતા જોઈ સર્વ એમના પ્રતિ આનંદાશ્ચર્યથી વિલોકતા.”
ગુજરાતી અભ્યાસ પૂરો થતાં તેઓ એલ્ફીન્સ્ટન ઈન્સ્ટીટયુટમાં દાખલ થયા; અહિં એમના સહાધ્યાયીઓમાં દાદાભાઈ નવરોજજી અને શ્રી. રઘુનાથ નારાયણ ખેટ વગેરેનાં નામે મળી આવે છે. “એઓમાં એક બીજાને પરાસ કરવાને ભારે રસાકસી ચાલ્યા કરતી. તેમાં ભોગીલાલભાઈની આર્થિક સ્થિતિ નબળી હતી તેથી તેઓ અભ્યાસની સાથે ખાનગી ટયુશન આપવાનું કાર્ય પણ કરતા અને એમના અભ્યાસમાં વધુ સમય આપી શકાય તે માટે “સાત દિવસમાં રવિવારને દિવસે ભાખરીઓ અઠવાડીઆના ખેરાક તરીકે તૈયાર કરી તે શુષ્ક આહાર ઉપર, પરમ સતિષ માની ૧૦ થી તે ૫ સુધી તે વિદ્યાલયમાં ગાળતા.”
એમને વાચનને શોખ પણ ઘણે હ; પણ તે માટે પુરતો સમય મળતા નહિ. તેથી એક અજબ યુક્તિ એમણે શેધી કાઢી હતી. “રાત્રિએ પિતે ટયુશન આપવા ઘેરથી નીકળતી વખતે તે ગ્રંથ તથા ડીક્ષનેરી સાથે લેતા. રસ્તે ચાલતાં સ્થલાન્તરે માર્ગમાં ફાનસેના પ્રકાશમાં ઉભા રહી પાંચ લીટી વાંચતા, અને તેમાં ન સમજાતા ભાવાર્થ ડીક્ષનેરીમાં શોધી કાઢી તે લખાણના આશયને સમજી બીજા ફાનસ આવતા સુધી તે શબ્દોના અર્થ કંઠસ્થ કરતા. તેમ જતા આવતા સુધીમાં પુસ્તકના કેટલાંક પૃષ્ણ એવા તે સજડ અધ્યયન કરી જતા કે કાલાન્તરે પણ તેમનું જ્ઞાન નષ્ટ થવાને સંભવ રહે નહિ. રાત્રે એ ૧૧-૧ર વાગે ઘેર પહોંચી આખા દિવસના શારીરિક અને માનસિક પરિશ્રમથી શ્રમિત થઈ સત્રિએ વિદ્યાનંદ સ્વપ્ન અનુભવતા નિવશ થતા ! ! !” |
ગણિતના શેખની પેઠે એમનું જ્યોતિષ-ખગળનું જ્ઞાન પણ સારું હતું અને વિદ્યાભ્યાસક મંડળ સમક્ષ એમણે ભૂગોળના વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, એ વિષે પૂર્વે કહેવાયું છે, પણ જાણવા જેવું એ છે કે એમના એ વિષયમાં નિપુણતા હોઈને એક ખગોળવેત્તા તરીકે જોધપુર રાજ્યમાં
*. સા. ભોગીલાલ ચરિત્ર, પૃ. ૪-૫. + એજન..