Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 274
________________ ૨૪૯ છે કે કવિએ એમાંનાં ઘણાંખરાંને અભ્યાસ વખતે કર્યાં નહિ હોય તે તે અવલોક્માં-વાંચ્યાં તા હશેજ. આદિન સુધીમાં દલપત પિ ંગળ જેવું બીજું કોઈ પુસ્તક રચાયું નથી, એ જ બતાવે છે કે એ વિષયના અભ્યાસ માટે તે ખસ છે; અને એ જ એમના જ્ઞાન અને વિદ્વત્તાના સાક્ષીભૂત લેખી શકાય. એમના પિતા ડાહ્યાભાઇની આર્થિક સ્થિતિ ગરીબ હતી; તેમ છતાં બ્રાહ્મણત્તિ સિવાય અન્ય કોઇ કાર્યમાં ધન ઉપાર્જન અર્થે એમણે મન ઘાલ્યું નહાતુ; અને પુત્રમાં પણ એ જ શુભ સંસ્કાર આધે ઉતર્યાં હતા. લગભગ અટ્ટ!વીસ વર્ષ સુધી કવિએ વઢવાણમાં જીંદગી ગાળી હતી. અવારનવાર અમદાવાદમાં આવતા તે સ્વામીનારાયણના મંદિરમાં મુકામ કરતા અને શહેરમાં રસજ્ઞ શ્રીમાને મળી પોતાની કવિતાથી રીઝવતા; એવા એક રસ સરદાર બાળાનાથભાઇ હતા, અને કવિની કાવ્યશકિતથી તેઓ પ્રસન્ન થયા હતા. જ્યારે ફાર્બસે એક સારા ગુજરાતી શિક્ષક–સાથી માટે એમને જણાવ્યું ત્યારે એમની નજર વિ પ્રતિ વળી અને પોતે એમને વઢવાણથી અહિ મેાલાવ્યા હતા. કવિ અને કૅાસને પ્રથમ મુલાકાત થઇ તેનુ મનહર વર્ણન કવિએ પેાતે કરેલું અગાઉ અપાયું છે. એ મેળાપ એક અસામાન્ય બનાવ કહી શકાય. એ દ્વારા પરમાત્માએ ગુજરાતી પ્રજની સેવા કરનાર એક લોક સેવક ઉભા કરવાને સંકેત રચ્ય ન હોય એમ અમને ભાસે છે. રાસમાળા રચવાનાં જુનાં સાધને વાંચવા સમજવામાં અથવા તે ગુજરાતી પ્રજાની રીતિ નીતિ અને રહેણી કરણી, લેાક વ્યવહાર અને જીવનને પરિચય કરવામાં તે કેટલે અંશે મદદગાર થઇ પડયા એ એક ગૌણ પ્રશ્ન છે. આપણે તે એજ જોઇએ છીએ કે એ એ સહૃદય આત્માએ ગાઢ સમાગમમાં આવતાં એક દીવામાંથી ખીન્ન દીવાની ન્યાત પ્રકટી ઉડે તેમ, જન સુધારણા અને લોક કલ્યાણાર્થે જે ઉચ્ચ આદર્શો અને અભિલાષ ફ્રાસ સેવતા હતા એને પાસ કિવ પર સજ્જડ બેઠા અથવા તે એમ કહીએ કે એ જનસેવાના સંસ્કાર એમના સંપર્કથી કવિમાં જાગૃત થયા. વિનુ પૂવન જાણવાને આપણી પાસે કાંઈ વધુ · સાધનસામગ્રી નથી, એટલે એમના પર ફાસની અસર કેટલી અને કેવા પ્રકારની થઇ તે ખાત્રીપૂર્વક કહી શકાય એમ નથી.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300