Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૬૮ એના જ જેવી હાનિકારક બીજી પ્રથા બાલલગ્નની હતી. કેઈપણ હિસાબે અગિયાર વર્ષ આગમચ લગ્ન થઈ જવું જોઈએ એવી શાસ્ત્રજ્ઞા હતી એમ મનાતું અને તે કાર્ય પુણ્યકારી લેખાતું હતું. જવલ્લેજ કોઈ એ વયમર્યાદાનું ઉલ્લંઘન કરતું. આ દિશામાં વિધવાની વિપદ્દભરી અને કરુણ કથનીને સાદ કણ સાંભળે ? તેમને પુનર્વિવાહ માટે કેણ પરવાનગી આપે ? અને એ સઘળા અનિષ્ટને દોષ પ્રારબ્ધ પર ઠલવાતે હતે. જ્યોતિષમાં અંધશ્રદ્ધા રહેતી, તે વિષે કવિ દલપતરામે “દૈવજ્ઞ દર્પણ” માં ઠીક ઠેકડી કરી છે.
સ્ત્રી કાર્ય-સ્થાન પરત્વે સમાઈ રહેતું, સમાજનું તે એક અંગ છે, તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે એ ભાવના તે કાળે ઉભવી જ નહોતી; એટલું જ નહિ પણ, તેમના માનસિક વિકાસ અર્થે તેમને કેળવણું મળવી જોઈએ, એિ પ્રશ્ન વિચારતે નહે. પરંપરા અને સંસ્કાર વડે જે કાંઈ પ્રાપ્ત થાય તે જ તેઓ હાંસલ કરતાં હતાં.
વસ્તુતઃ અજ્ઞાન એટલું બધું વ્યાપેલું હતું કે સમાજ સારાસારને પારખી શકતા નહિ અને એ અજ્ઞાનતાના પરિણામે તે સમાજ વહેમી, જંતરમંતરને માનનારે, ભીરૂ અને કાયર બન્યું હતું. બુદ્ધિને અનુસરી નો ચાલ કે ચીલે પાડવાની ભાગ્યે જ કોઈ હિંમત બતાવતું; રૂઢિબળનું એટલું બધું પ્રાબલ્ય હતું કે જનવ્યવહાર બહુધા અમુક સ્થાપિત ચાલે, દેખાદેખીથી ચાલતો જણાતે હતે.
તેથી આ જમાનાને આપણે અજ્ઞાન અને વહેમનો યુગ એવું ઉપનામ આપીએ તે તે ખોટું નહિ કહેવાય, અને કવિને આર્ષદષ્ટિ હોય છે તેમ એક કવિએ એ સંબંધમાં ખરું જ કહ્યું છે, કે –
વિતતી દીર્ઘ રાત્રી ને થતે પોઢ દેશમાં.” સોસાઈટી સ્થપાયા પછી દશમે વર્ષે મહારાણીશ્રી વિકટેરિયાએ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સન ૧૮૫૭ના બળવા પછી તુરતજ હિંદને વહિવટ સ્વાધીને કર્યો અને પ્રજાને આશ્વાસન આપવા સન ૧૮૫૮ને ઐતિહાસિક ઢોરે બહાર પાડ્યા હતા. એથી એક વસ્તુ એ સિદ્ધ થઈ હતી કે દેશમાં આંતરિક સુલેહ અને શાન્તિ પથરાયાં, એટલું જ નહિ પણ સુવ્યવસ્થા–સુરાજ્ય જામવા માંડયું. વળી ધર્મની બાબતમાં તટસ્થતા દાખવીને પ્રજાને એક પ્રકારે સરકારે વિશ્વાસ સંપાદન કર્યો, તેની સાથે પરંપરાથી ઉતરી આવતા જમીન અને જાગીરદારીના હકકો, તેમ રીતરિવાજ અને પરંપરાને માન આપી, તેના