Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 298
________________ વળી કાવ્યદેહન, વ્યાકરણ, ભાષાને ઇતિહાસ, કોષ, વાચનમાળા, ધાતુ સંગ્રહ વગેરે સાહિત્ય પ્રકાશને સરકાર સાથે સહકાર મેળવી કર્યા હતાં, તે સાહિત્યની દૃષ્ટિએ ઓછાં મહત્વનાં નથી. રાષ્ટ્રીય ઐક્ય પણ આ નવી હિલચાલને લઈને પ્રગટી નિકળ્યું; જે કે સાંસ્કારિક ઐક્ય તે પૂર્વેથી હિંદમાં ચાલુ હતું. આમ સરકાર અને પ્રજા, ઉભયના પ્રયત્નોથી દેશમાં નવું જીવન પ્રકટવા માંડયું, તેમાં દેશકાળ અને પરિસ્થિતિ સહાયભૂત નિવડી અને સાધનની વૃદ્ધિ થતાં, તેને વધુ પ્રોત્સાહન અને સહાયતા મળ્યાં હતાં. આવું પ્રગતિમાન, કાર્યસાધક, વિચારોત્તેજક અને રચનાત્મક કાર્યને ગતિ આપનારું વાતાવરણ ઉભું થયું, તે એક નહિ પણ અનેક પ્રવૃત્તિઓનું પરિણામ હતું. પ્રા, રાધાકૃષ્ણ કહે છે તેમ, સમાજની વિચારપ્રણાલિકામાં આપણે જે ફેરફાર ઈચ્છીએ તે એક પ્રવૃત્તિ વા અસરથી નહિ પણ પાંચ દશ પ્રવૃત્ત વા અસરના સમગ્ર બળથી સાધ્ય થાય છે. અર્વાચીન ગુજરાતનું મંડાણ એક બે પ્રવૃત્તિને આભારી નથી. અનેક વિધ પ્રવૃત્તિઓનાં એકત્ર બળે તેનું બંધારણ ઘડાયું છે અને તે ઘડતરમાં જે કઈ વ્યક્તિ વા સંસ્થાએ સહાયતા આપી છે, તેમાં સોસાઈટીને હિસ્સો મોટો છે. પાછલા પ્રકરણોમાંથી વાચકે જોયું હશે કે સોસાઈટી તે સમયે ગુજરાતમાં કેળવણી, વિદ્યા, સાહિત્ય અને જ્ઞાનપ્રચાર વગેરે પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું, અને કવિ દલપતરામ તેમાં મુખ્ય પ્રચાલક અને પ્રતિનિધિ હતા. એક અંગ્રેજ કવિના શબ્દો ફેરવીને કહીએ તે સાઇટી એના લાંબા આયુષ્યથી નહિ પણ કાર્યોથી અમર છે શ્વાસ નહિ પણ વિચાર એનું બ્રેરક બળ છે,

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300