Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 297
________________ ૨૦. દેવ દર્પણ વગેરે નિબંધ લખાવ્યા હતા, અને એ પ્રકારનું પ્રચારકાર્ય સુરતમાં જાણીતા દુર્ગારામ મહેતાજીએ ઉપાડી લીધું હતું, એ સુવિદિત છે. બીજું બાળલગ્ન થતાં અટકાવવાને અને પુનર્વિવાહને ચાલ ચાલુ કરવા પ્રયત્ન થયા હતા, એ વિષે કવિ દલપતરામનું લખાણ ઉત્તેજક અને ઉપયોગી નિવડયું હતું, તે માટે એમને ઈનામ પણ મળ્યાં હતાં. સ્ત્રીકેળવણીને ઉત્તેજન આપવા મુંબાઈમાં દાદાભાઈ નવરોજજીએ પહેલ કરી હતી. ગુ. વ. સંસાઈટીએ પણ કન્યાશાળા સ્થાપીને એની મહત્તા સ્વીકારી હતી, અને અગાઉ જણાવ્યા પ્રમાણે શહેરની ત્રણે મેટી ખાનગી કન્યાશાળાઓ સાથે સંસાઈટી સંબંધ ધરાવતી હતી. ગુજરાતમાં પુસ્તકાલય સ્થાપનાર સાઈટી પ્રથમ હતી અને એ પ્રકારનો યશ તેને પહેલવહેલું વર્તમાનપત્ર કાઢવા માટે ઘટે છે. પરદેશગમનના પક્ષમાં સેસાઇટી પ્રથમથી હતી અને રા. સા. મહીપતરામ વિલાયત સિધાવતાં એમને માનપત્ર આપવામાં મુખ્ય ભાગ લીધે હતે. જ્ઞાતિનાં અનિષ્ટ પરિણામે, રેવા કુટવાના સિંધ ચાલો, જ્ઞાતિવરા, લગ્ન અને વરઘેડા પાછળ થતાં મોટાં મેટાં ખોટા ખર્ચા, કન્યા વિક્રય વગેરે રિવાજોને નિર્મૂળ કરવાના પ્રયાસો પણ તેણે હાથ ધર્યા હતા અને એ કાર્યમાં કવિ દલપતરામે આપે ફાળે જેમ કિમતી તેમ સંગીન હતે. હોળીની બિભત્સતા, લગ્નમાં ગવાતાં ફટાણાં ગીત, નાચ, વેશ્યાગમન સામે પણ પ્રહાર કરી તેની વિરુદ્ધ તિરસ્કારની લાગણી ઉભી કરી હતી સોસાઈટીનાં એ વર્ષોનાં પ્રકાશન અને બુદ્ધિપ્રકાશમાંના વિધવિધ પ્રકારના લેખે અવકીશું તે માલુમ પડશે કે એ બે હેતુઓ સિદ્ધ કરતા હતા; એક તરફથી અજ્ઞાનતા, વહેમ, બાળલગ્ન, અનિષ્ટ રિવાજો વગેરેને જડમૂળમાંથી ઉખેડી નાંખવાને સોસાઈટીએ ખંડનાત્મક પ્રવૃત્તિ આદરી હતી તે બીજી તરફથી કન્યાશાળા, પુસ્તકાલય, વર્તમાનપત્ર, બુદ્ધિપ્રકાશ, શાળોપયોગી પુસ્તકે (સસ્તી કિંમતે, ) ઇનામ વગેરે કાર્યો ઉપાડી લઇને રચનાત્મક કાર્યો આરંભ્યાં હતાં. મંડળીઓ સ્થાપીને તેમ સભાઓ ભરીને સોસાઇટી અભ્યાસને ઉત્તેજન આપતી તેમ લોકમત કેળવતી હતી.

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300