Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
આમ ભૂતકાળની સ્થિતિને અને વર્તમાન સ્થિતિને સરખાવીશું તે જ તેની વાસ્તવિક અને સાચી હકીક્ત આપણે સમજવામાં આવશે. ભૂતકાળના જ્ઞાન વિના વર્તમાનનું જ્ઞાન અધુરું જ રહેવાનું. તે બન્ને વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે, જેમ બીજમાંથી અંકુર ફૂટે તેમ.
પૂર્વ પીઠિકા એ નામથી શરૂઆતના પ્રકરણમાં બ્રિટીશ અમલ ગુજરાતમાં સ્થપાય તે અરસામાં આપણા પ્રાંતમાં જાનમાલ કેવા ભયમાં રહેતાં, ધાડ અને લુંટનું કેટલું પ્રબળ હતું, લાંચ રૂશ્વત અને બળજેરી કેટલાં બધાં જામ્યાં હતાં, સમાજમાં ન્યાય કે નીર્તિ, વ્યવસ્થા કે સલામતી જેવું કશું નહોતું, એનું દિગ્દર્શન અમે કરાવ્યું હતું.
આ પરિસ્થિતિમાં જનસમૂહ અજ્ઞાન અને વહેમી રહે, સ્વાર્થી અને સંકુચિત વૃત્તિને બને, એમાં આશ્ચર્ય પામવા જેવું શું? આવજાનાં અને વ્યવહારનાં સાધને એટલાં ખીલેલાં કે વિસ્તરેલાં નહિ કે ઝડપથી મુસાફરી થઈ શકે, તેમાં વળી દરિયે ઓળંગવાની સખ્ત મનાઈ એટલે કુવામાંના દેડકા જેવું મનુષ્યજીવન સંકુચિત, સ્વાર્થપરાયણ રૂઢિચુસ્ત અને જડ થઈ જવા પામ્યું હતું.
ધર્મશાસ્ત્રો પણ “વાડા” થી મર્યાદિત બની, એકપક્ષી અને બાહ્યાચાર પર ભાર મુકતું જ્ઞાન આપતાં, જો કે તેમાંથી ખરી રીતે પ્રાણ-ચેતન ઉઠી. ગયું હતું.
આ પ્રમાણે સમાજ ચોતરફથી સજજડ સકંજામાં જકડાયેલો પડે હતો અને તે બંધને એના વિકાસને હાનિ પહોંચાડતાં હતાં.
પરદેશગમન જે વ્યવહારૂ અને પ્રગતિ સાધક પ્રશ્ન આપણા સમાજને કંટકરૂપ કે ત્રાસ આપતે તેના પુરાવામાં મહીપતરામનું ઉદાહરણ બસ થશે.
આવું ગુજરાતમાં જ હતું એમ નહિ; મહારાષ્ટ્રમાં પણ એવી શોચનીય સ્થિતિ પ્રવર્તતી હતી.
રા. બા. ગોપાળરાવનો પુત્ર કૃષ્ણરાવ ઈંગ્લાંડ વધુ શિક્ષણ માટે સરકારી શિષ્યવૃત્તિ મેળવીને ગયો હતો, એમને પણ જ્ઞાતિ તરફથી એટલું બધું સસલું પડ્યું હતું કે, એ ત્રાસથી કંટાળીને રા. બા. ગોપાળરાવે હિન્દુસ્તાનની આર્થિક સ્થિતિ તપાસ કરનારી પાર્લામેન્ટરી કમિટી સમક્ષ જુબાની આપવાને પિતાને નિમંત્રણ મળ્યું હતું છતાં ત્યાં જવાનું માંડી વાળ્યું હતું.
રહેતા અને સત્તાધિકારીઓની આવી રીતે ગેરવાજબી સતામણી થતી હતી તે પછી સામાન્ય મનુષ્યનું ગજું જ શું? કે