Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 289
________________ ૨૬ર ૧૮૫૪માં સાઈટીના સેક્રેટરી કરટીસ સાહેબે મને ભાષણ કરવા તેડાવીને સરકારી નોકરી છોડીને સાઈટીની નેકરીમાં રહેવાનું કહ્યું પણ તે વખતે મેં આનાકાની કરી. પછી તેમણે વિલાયતમાં કાર્બસ સાહેબને લખ્યું અને ફાર્બસ સાહેબને પત્ર મારા ઉપર આવ્યો તેમાં લખ્યું હતું જે મારે વાતે અથવા તમારા દેશના ભલા વાસ્તે તમે સરકારી નોકરી છોડીને સોસાઈટીની નોકરીમાં રહે. અને છ સાત વર્ષ થયાં એસાઈટીને કાંઇ વધારે થયો નથી, માટે તેને વધારવાને અને મજબૂત કરવાને તમારાથી થઈ શકે તેટલું પ્રયત્ન કરે. તે સાહેબના લખાણનો હું અનાદર કરી શક્યો નહીં અને તે વખતના પોલીટીકલ એજન્ટ મહેરબાન વાઈટલાક સાહેબે તથા બીજા મિત્રોએ મને સારા હોદ્દાની સરકારી નોકરી છોડવાની ના પાડી, તે પણ તે નોકરી છોડીને તે સાહેબનું સારું સરટીફીકટ લઈને સન ૧૮૫૫ ના જુનમાં હું અહીં આવ્યો અને એજ માસના બુદ્ધિપ્રકાશમાં મેં લખ્યું છે જે મારા દેશના કલ્યાણ વાસ્તે મેં સરકારી નોકરી છોડી છે, અને એજ વરસના વાર્ષિક રીપોર્ટમાં સેક્રેટરી સાહેબે પણ એમજ લખેલું છે.”+ છેવટમાં સાઈટીને આશીર્વાદ આપતાં તેઓ બોલ્યા હતા. દેહરે. સુખદ સરસ સે સાઈટી, વર્નાક્યુલર નામ; અહ ઈશ આપે તને, સુકીર્તાિ ઠામઠામ. : તે પછી બાકીનું આયુષ્ય એમણે એક પવિત્ર સંત પુરષને વિભૂષિત કરે એમ, જે સંપ્રદાયના શુભ સંસ્કાર એમના પર બાળપણથી પડ્યા હતા તે સ્વામીનારાયણ સંપ્રદાય માટે હરિલીલા ચરિત્રનો સાગર જેવો ગ્રંથ રચવામાં ગુજાર્યું હતું. - શેર સટ્ટામાં તેઓ પાયમાલ થઈ ગયા હતા, એની નેંધ ઉપર કરેલી છે; અને કવિનું પાછલું જીવન કંઈક શાન્તિમાં, સુખસંતોષમાં વ્યતીત થાય તદર્થ એમના મિત્ર અને પ્રશંસકેએ સન ૧૮૮૫માં એમને નામદાર સરકાર તરફથી સી. આઈ. ઈ. ને માનવંત ઈલ્કાબ પ્રાપ્ત થતાં, પ્રજા તરફથી તે બદલ આનંદ દર્શાવવા તેમ એમના પ્રત્યેનો પ્રેમ અને માન વ્યક્ત કરવા એક જાહેર સભા બોલાવવામાં આવી હતી. તેમાં એમના માટે + બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૨૨૯-૨૨૯ • બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૨૩-૨૩૧

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300