Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 290
________________ ૨૬૩ એક જાહેર ફંડ એકઠું કરવાનો ઠરાવ થયો હતો અને તા. ૧૨ મી જુલાઈ સન ૧૮૮૭ ના રોજ શહેરીઓની સભા મે. કલેકટર રીડ સાહેબના પ્રમુખ પદ હેઠળ મળી હતી તેમાં જે રીપોર્ટ રજુ થયો હતો તેને સંક્ષિપ્ત સારી નીચે પ્રમાણે હવે “મુંબઈના પ્રખ્યાત ચીતારા બાન અને શેપર્ડની પાસે કવિની એક મોટા કદની છબી તૈયાર કરાવી છે જે હમણાં આપણું માયાળુ કલેકટર અને માજીસ્ટ્રેટ મેહેરબાન જે. બી. રીડ સાહેબ ખુલ્લી મુકશે. આ હિમાભાઈ ઈન્સ્ટિટયુટના મેમ્બરેએ કવીશ્વરની એ છબી અહીંયા મુકવા દીધી તેને માટે કમિટી તેમની ઉપકારી છે. કુંડમાં ભરાયેલી રકમનો ઉપયોગ અગાઉ થઈ ગયેલા ઠરાવ મુજબ અને કવીશ્વરને પિતાની મરજીને અનુસારે નીચે પ્રમાણે કરવામાં આવશે. રૂ. ૧૦૦૦૦)ની સરકારી પ્રોમીસરી નોટો ખરીદ કરીને મુંબાઈ બેંકમાં અનામત મૂકી છે અને રૂા. ૭૫૦) ની બીજી નોટ ખરીદ કરવાને બેંકના સત્તાવાળને સૂચના કરી છે. એ નોટોની પહોંચ રાવબહાદુર બહેચરદાસ અંબાઈદાસ સી. એસ. આઈ. અને રા. બા. રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ. એમને આપણું માયાળુ પ્રમુખ સાહેબ આપશે. સદરહુ રાવ બહાદુરી અને મુંબઈના સર મંગળદાસ નથુભાઈ, કવીશ્વર દલપતરામના ફંડના ટ્રસ્ટીઓ છે. કવિની હયાતી સુધીમાં એ નોટનું વ્યાજ ટ્રસ્ટીઓ કવિને આપશે. ત્યારબાદ એ નેટોને ૩ ભાગનું વ્યાજ વિના પાંચ છોકરાઓમાંથી જેઓ ૨૧ વરસની અંદરના હશે તેમને આપશે. કવિનો સૌથી નાનો છોકરે ચીમનલાલ ૨૧ વરસની ઉમરને થાય, ત્યારે સદરહુ નોટને ૩ ભાગ એ પાંચે ભાઈઓને સરખા ભાગે વહેંચી આપ. અને એ પાંચમાંથી જે તે વખતે હયાત નહિ હોય તેને ભાગ તેની વિધવાને અથવા તેના છોકરાને આપશે અને કદાપિ એમને કઈ હયાત ન હોય અને તેની વિધવા અથવા છોકરાં પણ ના હોય તે તેને.. ભાગ બાકી રહેલા ભાઈઓને સરખે વહેંચી આપો. રૂ. ૧૦૭૫૦) ના બાકી રહેલા ત્રીજા ભાગમાંથી રૂ. ૧૦૦૦) હિમાભાઈ ઈન્સ્ટીટયુટને અને બાકીના ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને એવી સરતે

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300