Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૬૧
તેને જોઈએ તેટલો બદલો આપી શકાય તેમ નથી. એમની બુજ વ્યવસ્થાપક મંડળી જાણે છે તે માત્ર દેખાડવાને અને એમને ઉપકાર માનવાને આ કીર્તિચંદ્ર અને પાઘડી સાઈટને નામે એમને અર્પણ કરશે.”
પિતાને આપવામાં આવેલા આ માનનો સ્વીકાર કરતાં કવિશ્રીએ લંબાણથી ઉત્તર આપ્યો હતો, તેમાંથી કવિજીવનને લગતે ભાગ ઉતારીશું:
ગૃહસ્થ, તમે સૌ મળીને આટલું બધું મોટું માન મને આપે છે તે તો આપની લાયકીની નિશાની છે. નહીં તો મેં કંઈ બહુ ભારે કામ કર્યું નથી. આ સોસાઇટી સ્થાપ્યાનું માન સ્વર્ગવાસી આલેકઝાડર કીલ્લાક ફાર્બસ સાહેબને છે, અને તેને વધારવાનું માન વખતે વખતે થએલા તેના સેક્રેટરીઓને ઘટે છે. અને મેં તે તેઓનાં એક હથીઆર તરીકે કામ કરેલું છે અને મેં જે કાંઈ કર્યું છે તે સ્વદેશના ભલા વાસ્તે કર્યું છે.
મારા કુળમાં પરંપરાથી સામવેદનો અભ્યાસ ચાલ્યો આવે છે. તેથી મેં પણ પ્રથમ મારા પિતા પાસે સામવેદને અભ્યાસ કર્યો હતો. પછી સ્વામીનારાયણના મૂળીના મંદિરમાં તથા અહીંના મંદિરમાં રહીને સંસ્કૃત વ્યાકરણને અને પિંગળ તથા અલંકારના ગ્રંથ વગેરે ભાષાની કવિતાને અભ્યાસ કર્યો અને અહીંના આચારજજી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે મને છવાઈ આપીને એકાદ વરસ રાખ્યો હતો, એવામાં રાવબહાદુર ભોળાનાથભાઈના પિતા મહેરબાન સારાભાઈ બાપાભાઈને સમાગમ મારે સારી પેઠે થયે. તેઓને કવિતાને ઘણે શેખ હતો, તેથી પિતાની પાસે પગાર આપીને મને રાખવાનું કહ્યું હતું. પણ એવામાં તેમને સ્વર્ગવાસ 2. પછી વઢવાણ ગયો.
સન ૧૮૪૮ ના નવેમ્બરમાં મહેરબાન ફાર્બસ સાહેબે રાવબહાદુર ભોળાનાથ સારાભાઇની મારફતે મને વઢવાણથી તેડાવીને પિતાની પાસે રાખ્યો. પછી એજ વર્ષના ડિસેમ્બરમાં સોસાઈટીની સ્થાપના કરી તેનો ઈતિહાસ સન ૧૮૭૮ ને બુદ્ધિપ્રકાશમાં વિસ્તારથી લખેલે છે. સન ૧૮૫૩માં ફાર્બસ સાહેબ ત્રણ વર્ષની રજા લઈને વિલાયતમાં ગયા, ત્યારે મહિકાંઠા એજન્સીમાં મને અવલ કારકુનની જગ્યા ઉપર બહાલ કરીને ગયા. તે પછી બે વરસમાં બે ત્રણ પિલીટીકલ એજન્ટ સાહેબ થઈ ગયા. તેઓની હજુરમાં મેં નોકરી કરીને તેઓનાં મન ખુશી કર્યા અને સારાં સરટીફીકેટ મેળવ્યાં; પછી સન
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૨૨૭–૨૨૮.