Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 286
________________ ૨૫૯ કરી છે, તે ઉપર નજર રાખી સંસાઈટીએ મેહેરબાની કરી ઠરાવ કર્યો કે, સાઈટીની નોકરી જે તારીખથી તમે કરવા અશક્ત થશે તથા તમારી જગેનું રાજીનામું આપશે, તે તારીખથી તમારી હયાતી સુધી દર મહીને રૂ. ૨૦) વીશનું પેન્શન* સોસાઇટી તરફથી આપવામાં આવશે અને તમારી હયાતી પછી તમારી સ્ત્રીઓને દર મહીને રૂ. ૮) આઠ દરેકને સરખે હીસે આપવામાં આવશે, તે એવી સરતથી કે તે પ્રત્યેક હિસ્સો તેમની હયાતી પછી બંધ થશે. તમારી હયાતી પછી પેન્શનને મોટે ભાગ સંસાઈટીમાં દાખલ થશે ત્યાર બાદ તમારી નોકરીની યાદદાસ્ત દાખલ શું કરવું તે બાબતના સવાલનો નિર્ણય હવે પછી વિચાર ઉપર રાખેલ છે, એ પ્રમાણે સરવે એકમત થયા.”+ પ્રસ્તુત ઠરાવ રજુ કરનાર ઓનરરી સેક્રેટરી પોતે હતા અને એમણે સન ૧૮૭૭ માં અમદાવાદથી દૂટા પડતી વખતે એમના સન્માનાર્થ જે જાહેર સભા ભરાઈ હતી, તેમાં સોસાઈટી વિષે ઉલ્લેખ કરતાં, નીચે પ્રમાણે ઉ૬ચારે કવિ દલપતરામ સંબંધમાં ઉચ્ચાર્યા હતા ગુ. વ. સંસાઈટી જે ગૃહસ્થાએ સ્થાપી છે તે આખા દેશને ઘણી ઉપયોગી છે. મેં પાંચ વરશ તે સોસાઈટીના સેક્રેટરીનું કામ ચલાવ્યું, તેથી હું મારા અનુભવથી કહું છું કે એ સોસાઇટીની મજબુતી કવીશ્વર દલપતરામની મહેનતથી થઈ છે. અમે તો તેઓ જે કામ અમારી આગળ રજી કરે તે ઉપર ઉપરથી તપાસીએ પણ ખરી મહેનત તો તેમાં દલપતરામની છે.” . એવી રીતે નિરરી સેક્રેટરી મહીપતરામભાઈએ, કવિ આંખના અને અવસ્થાના કારણે સાવ અટકી પડયા અને સોસાઈટીની નેકરીમાંથી સન ૧૮૭૯ માં નિવૃત્ત થયા તે વખતે બુદ્ધિપ્રકાશમાં એમની સેવા વિષે નીચે મુજબ નોંધ કરી હતી: આ કવિરાજે આપણા દેશની સેવા અનેક પ્રકારે બજાવી છે. એમના સિક અને સુબેધકારી ગ્રંથે એમનું નામ ગુજરાતમાં ચિરકાળ રાખશે, * પાન બાબતમાં નગરશેઠ પ્રેમાભાઇ હીમાભાઈ ડાકટર બુલર સાહેબ, રેવડ ટેલર સાહેબ, રા. બા. બહેચરદાસ અંબાઈદાસ વગેરે મેંબરેના અભિપ્રાય લખાઈ આવેલા અને સભામાં રજૂ કરેલા તે સાઈટીના દફતરમાં આવક નં. ૫૧૫ મે દાખલ છે. + ગુ. વ. સે. ને સન ૧૮૭૪ ને રિપેટ, પૃ. ૧-૨. * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, પૃ. ૮૪

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300