Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 285
________________ . ૨૫૮ સમભાવથી એટલા આદરભાવથી વ અને વળી આર્થિક સહાયતાની જોગવાઈ કરી આપી કે કવિને જીવનમાં નવું જેર આવ્યું. પણ કમનસીબે એ કંઈ વધુ પ્રયાસ કરી શકે તે આગમચ ફેંર્બસ જીવલેણ માંદગીના ભોગ થઈ પડ્યા. એક વાર એવી બિછાનાવશ સ્થિતિમાં તેમની મુલાકાત લઇને, કવિએ એમને પ્રિય એવી કેટલીક કવિતા ગાઈ સંભળાવી. પછી મેલાપ ન જ થયે; પરંતુ કવિએ એમના મૃત્યુથી અસહ્ય વિરહદના અનુભવી, તેમનું એ દુઃખ અકથ્ય છે; એ પ્રસંગને વર્ણવતું વિલાપિકા કાવ્ય “ફાર્બસ વિરહ” કવિએ રચ્યું હતું, તે એ મિત્ર યુગલનું સ્મરણ કાયમ તાજુ રાખશે; અને કવિની એક ઉત્તમ કૃતિ તરીકે તે સદા સમભાવપૂર્વક વંચાશે. ગુજરાતી સાહિત્યમાં એ કાવ્યનું સ્થાન ઉંચું છે. પરંતુ કવિને આંખના દર્દો જેટલા હેરાન કર્યા છે તેટલા હેરાન તેઓ બીજા કશાથી થયા નથી. દુર્દેવગે સન ૧૮૫૭ થી એમને આંખને વ્યાધિ લાગુ પડ્યો. શરૂઆતમાં દવાથી એમને સહજ આરામ લાગે; અને જે ડોકટરે એમની આંખ સુધારી તેના ઉપકારવશ થઈ એમણે ગાયું હતું કે, ન હોત વૈદ્ય વાઈલી, કદી મટું ન કાઇલી, પીડા રૂપિયે પાછલી, મટે ન આંખ્ય ભાયલી.” ફરી પાછું દઈ ઉભળતાં તેઓએ મુંબાઈ ડે. ભાઉ દાજી પાસે દવા કરાવી હતી. પણ જ્યાં દેવ રૂઠે ત્યાં દવા શું કરે? એમના ચર્મચક્ષ ગયાં ખરાં, પણ એમ કહી શકાય કે એમનાં અંતર્ચાક્ષુ ખુલી ગયાં હતાં. આવી પરિસ્થિતિમાં પણ સાઈટીની સેવા તેઓ એકનિષ્ઠાથી કર્યો જતા હતા. પરંતુ ભવિષ્યમાં અટકી પડાય તે વખતે કંઇક સાધન કરી આમવા એમણે સાઈટીની કમિટીને બંદોબસ્ત કરવા જણાવ્યું હતું તે પરથી સન ૧૮૭૪ ની વાર્ષિક સામાન્ય સભામાં નીચે પ્રમાણે રાવ સર્વનુમતે પસાર થયા હતઃ રાવબહાદુર ગોપાળરાવ હરિએ દરખાસ્ત કરી અને ચેરમેને ટેકે આપ્યો કે, આ સાઈટીના આ સેક્રેટરી ક. દલપતરામ ડાહ્યાભાઇને તેમની અરજીના જવાબમાં જણાવવું કે ગુજરાતી ભાષામાં પુસ્તક રચવાના કામમાં તથા ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના કામમાં તમેએ ઘણી સારી મહેનત * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૭, પૃ. ૧૮

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300