Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 291
________________ ૨૬૪ આપવા કે તેમણે એ રકમને કંઈપણ ભાગ ખરચ નહિ, પણ હિમાભાઈ , ઈન્સ્ટટયુટે રૂ. ૧૦૦૦) ના વ્યાજમાંથી ચોપડીઓ ખરીદ કરી તે ઉપર કવીશ્વર દલપતરામનું નામ લખી લાઈબ્રેરીમાં મૂકવી, અને સોસાઈટીને મળેલા રૂપિયાના વ્યાજમાંથી તેણે સ્કોલરશીપ આપવી અને ઇનામ આપીને કવિતાઓ રચાવવી. સ્કેલરશિપને “કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સ્કોલરશિપ’ અને કવિતાઓને “કવીશ્વર દલપતરામ સ્મારક કવિતા” એવું નામ આપવું."* તે પછી તા. ૨૫ મી માર્ચ ૧૮૯૮ ના રોજ દલપતરામનું દુઃખદ મૃત્યુ થતા, સસાઈટીની સામાન્ય સભા તા. ૧૩-૪-૧૮૯૮ના રોજ મળી હતી. એમના માટે શોકની લાગણી દર્શાવવાને તે પ્રસંગે નીચે પ્રમાણેને ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતેઃ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી. આઈ.ઈ. જેઓએ સોસાઈટીના ઉત્કર્ષ માટે અને તેને હેતુ પાર પાડવામાં પિતાનું સઘળું આ યુષ્ય ગાળ્યું હતું તેમના પરલોકવાસથી સોસાઈટી અત્યંત દિલગીર છે. એ સંબંધી એક પત્ર તેમના દીકરાઓ ઉપર લખ. આ દિલગીરીની લાગણી પ્રદર્શિત કરવાને એક જાહેરસભા બેલાવવી. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી. આઈ. ઈ. ની ઓઈલ પેન્ટીંગ તસવીર સેસાઈટીએ કરાવી પિતાના નવા મકાનમાં મૂકવી. તેમના મારક માટે એક જાહેર ફંડ ઉઘાડવું અને તે કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી. આઈ. ઈ. સ્મારક ફંડ તરીકે સાઈટીએ જુદુ રાખવું. તેનું વ્યાજ જુનાં કાવ્યો સંશોધન કરી છપાવવામાં તેમજ ગુજરાતી સાહિત્યના ગ્રંથે તૈયાર કરી છપાવવામાં વાપરવું."* પ્રસ્તુત કરાવાન્વયે શહેરીઓની એક જાહેર સભા તા. ૨૬ મીએ મે ૧૮૯૮ ના દિવસે મે. કલેકટર ગીબ સાહેબના પ્રમુખપદે ભરાઈ હતી, તેણે સેસાઈટીએ કરેલા ઠરાવો બહાલ રાખી એમનું સ્મારક ઉભું કરવા એક વગવાળી કમિટી નિમી હતી. • બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૭, પૃ. ૧૮૬-૮૭. * ગુ. વ. સે. ને રીપોર્ટ, સન ૧૮૯૭, પૃ. ૨૩.

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300