Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 278
________________ ૨૫૧ હિમાભાઈ ઇન્સ્ટીટયુટ બંધાવવા રૂ. ૭૦૦/-નગરશેઠ હિમાભાઈ પાસેથી અને શેઠ સેરાબજી જમશેદજી પાસેથી રૂ. ૨૫૦૦/–સોસાઈટી માટે એમણે એ રીતે મેળવેલા તેની હકીક્ત આગળ અપાઈ છે. સંક્ષેપમાં એ બધું જેમ એમની લોકપ્રિયતાનું તેમ એમનાં જ્ઞાન, વિદ્વત્તા અને કવિતાની યોગ્ય કદર થતી તેનું સૂચક ચિહ્ન છે. એ યુગમાં શહેરમાં એવી કઈ સભા નહિ હોય, એ કઈ સમારંભ નહિ હોય, એવું કોઈ શુભ કાર્ય નહિ હોય, એવી કઈ અગત્યની હિલચાલ નહિ હોય, જે સાથે કવિશ્રીનું નામ જોડાયેલું નહિ હોય, જેમાં એ મુખ્ય વક્તા નહિ હોય ! એ સૌમાં એઓ અગ્રેસર ભાગ લેતા; પણ જે ભાષણ કરતા તે બહુધા પદ્ય-કવિતામાં કરતા, જે શ્રોતાજનને બહુ આનંદદાયક થઈ પડતું હતું. સોસાઈટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે સાઈટી, એવી રીતે બે એકમેક સંકળાયેલાં હતાં અને આજ કારણે તે સમયમાં કેળવણું, જ્ઞાનપ્રચાર, સાહિત્ય, સુધારે વગેરે પ્રવૃત્તિઓનું સેસાઇટી એક કેન્દ્ર થઈ! પડી હતી; એટલે સુધી કે એનરરી સેક્રેટરી મી. કટિંસે એમને સંસાઈટીનું કામ આગળ વધારવા, સેસાઇટી સારૂ સિફારસ કરવા વડોદરા અને ભાવનગર સુદ્ધાંત મોકલ્યા હતા. આજની પેઠે તે દિવસે વડોદરામાં કેળવણી કે જ્ઞાનપ્રચારની કોઈ સંસ્થા નહોતી. એ કાર્ય આરંભ કરવાનું મહારાજા ખંડેરાવને સંબોધન કરનાર કવિશ્રી પોતે જ હતા. એ કાર્યમાં વડોદરા આજે ભલે આગેવાની લે; પણ તે રાજ્યમાં કેળવણુ અને પુસ્તકાલયનાં બીજ વેરવાનું માન કવિશ્રી દલપતરામને તેમ સોસાઈટીના એક વારના એનરરી સેક્રેટરી ર. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસને અપાવું જોઈએ છીએ. મહારાજા ખંડેરાવની મુલાકાત લે કવિએ શ્રીમંતને બરોબર સંભળાવ્યું હતું કે, કઈ કરે અન્યાય તે, કહિયે જ્યાં શુભ રાય; પણ કહિયે ક્યાં જઈ, રાય કરે અન્યાય. છે રાજા ગુજરાતના, લઈ તેનું ધન ધાન; ભાષા માની મરાઠિને ઘો છે મોટું માન. દિલગિર રહે છે ગુર્જરી, સજે નહિ શણગાર; એનું દુઃખ ઉચારવા આવ્યો છું આ વાર.” * દલપતકાવ્ય, ભા. ૧ પૃ. ૩૫ર.

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300