Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૫૨ અને તે સાથે એવી માગણી કરી હતી કે,
ગુર્જરીના માલેક છે, માટે ધરી ઉમંગ; કેશન કરાવી આપીને, કરો સુશોભિત અંગ.
સ્થાત્રિીને આપ રુડું, ધરણી ઉ૫ર ધામ;
પ્રીતે તેનું પાડવું, પુસ્તકશાળા નામ,” તે પછી મહારાજશ્રીએ પ્રસન્ન થઇ ઉત્તરમાં કવિશ્રીને જણાવ્યું હતું કે,
ભણાવીને કરવા ભલા, સૈ જનને હુંશિયાર; તમે કહ્યો તે સર્વથા, સમજ્યો છું હું સાર. પ્રથમ નિશાળો સ્થાપવી, છે મુજ ચિત્ત વિચાર; પછી સ્થપાશે પુર વિષે, પુસ્તકને ભંડાર. ફરી તમને તેડાવશું, સલાહ લેવા કાજ;
વિદ્યાખાનું સ્થાપશું, નિશ્ચય કીધો આજ.” અગાઉ જણાવ્યા પ્રમાણે કવિશ્રી અમદાવાદની હાઈસ્કૂલમાં તેમજ ટ્રેનિંગ કોલેજમાં કવિતાનું શિક્ષણ આપતા હતા. આવા નામાંકિત અને પિંગળશાસ્ત્રમાં નિષ્ણાત કવિ પાસે કવિતાનું શિક્ષણ મેળવવું એ પણ જીવનનું અહોભાગ્ય છે. બાહોશ અને પ્રતાપી શિક્ષકોએ એમના વિદ્યાર્થીઓ પર પ્રબળ છાપ પાડ્યા અને એમના જીવનમાં પરિવર્તન કર્યાના અનેક દિષ્ટાંતે-ચરિત્ર ગ્રંથે-આપણને પૂરાં પાડે છે. સુભાગે આપણે એક
અગ્રેસર અને પ્રતિભાશાળી કવિ નરસિંહરાવે કવિ દલપતરામની કવિતા શિક્ષણ પદ્ધતિ-બ લઢણનું એમના “ સ્મરણ મુકુર’ માં એક સુરમ્ય ચિત્ર દિયું છે, તે રમણીય છે. તેઓ લખે છે:
“છઠ્ઠા અને સાતમા ધોરણમાં પ્રેમાનંદનું “નળાખ્યાન', અખાના છપ્પા, વગેરે કવિ દલપતરામ કને હું શીખ્યો તે વખતથી ગુજરાતી કવિ
ની રચનાઓ ઉપર મહારે પ્રેમ હોય અને એ પ્રેમનું બીજ વાવવા માટે એ ગુરુને જેટલું આભાર હું માનું તેટલો ઓછો જ ગણાશે. નળાખ્યાન'નું ૧૫ મું કડવું ઘણું અઘરું ગણાતું તે કવિ કને અર્થ સમઝયા પછી અતિ રમણીય લાગ્યું.
૧ કોશ-ધનને અથવા શબ્દ સંગ્રહ. * દલપતકાવ્ય ભાગ ૧, પૃ. ૩૫૬.
+ મનના વિચાર મનમાં રહ્યા અને તા. ૨૮ મી નવેમ્બર ૧૮૭૦ માં ખંડેરાવ મહારાજ કૈલાસવાસી થયા.
* દલપતકાવ્ય ભા. ૧, પૃ. ૩૫૬-૫૭.