Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 276
________________ સુરતમાં સન ૧૮૫૧ માં એસ લાઈબ્રેરીમાં “હુન્નરખાનની ચઢાઈ” અને “સંપલક્ષ્મી સંવાદ' વિષે તેમ સન ૧૮૫૪માં અમદાવાદમાં રાજ્યવિદ્યાભ્યાસ વિષે જે સરસ વ્યાખ્યાને કવિતામાં એમણે આપ્યાં હતાં, એમાં અમને એમની આર્ષવાણીનું દર્શન થાય છે, આજે પણ તે પ્રશ્ન ગુંચવાયેલા પડેલા છે. તે પરથી એમના હદયની ઉંડી લાગણી, વિચારની વિપુલતા તેમ અસરકારક દલીલો વડે તે રજુ કરવાનું એમનું ચાતુર્ય એ સઘળું આપણને વિસ્મય પમાડે છે અને એમની બુદ્ધિશક્તિ માટે ખરેખર ભાન ઉપજાવે છે. પરંતુ કવિની ખરી પરીક્ષા–હીરાનું પાણ-ત્યારે પરખાય છે, પ્રત્યક્ષ થાય છે, જ્યારે સરકારી કરી મૂકી દઈ, ખાનગી સોસાઈટીની નોકરીમાં જોડાવાને તેમને મેકે ઉભો થાય છે. સંસાઈટીના આસિસ્ટેટ સેક્રેટરીઓ જેઓ તેમાં કામ કરતા હતા તેઓ કોઈ સરકારી નોકરી મળતાં સસાઈટીને છેડી ચાલ્યા જતા. પ્રથમ હરિલાલ મોહનલાલને ઉલ્લેખ મળે છે, અને પછીથી મગનલાલ વખતચંદ પણ સરકારી ખાતામાં કલાક નિમાતા સોસાઈટીની નોકરી છોડીને ગયા હતા. આથી સસાઈટીનું કામ બગડતું હતું. તેથી ઓનરરી સેક્રેટરી મી. કટિંસની નજર કવિ દલપતરામ પર ઠરી. એમણે માન્યું કે એઓ આવશે તે સોસાઈટીનું નાવ સુરક્ષિત આગળ ચાલશે. એટલે એમણે કવિને આસિ. સેક્રેટરી તરીકે આવવાનું કહ્યું, તેને કવિએ જવાબ આપ્યોઃ “ દિલમાં હેત સ્વદેશ પર પણ તૃષ્ણા ન જાય, સરકારી અધિકાર છે, કેમ એમ મુકાય.” કવિનું કથન અક્ષરશઃ સાચું હતું. તે સમયમાં સરકારી નોકરીને માનમરત એટલે મોટે હતું કે તે મેળવવાને અનેકને ફાંફાં મારવાં પડતાં. કવિને ફેંર્બસની સિફારસ પરથી સાદરામાં રૂ. ૨૫) ની જગો મળી હતી અને આગળ પર ઉંચે દરજે વધવાને પુરે સંભવ હતું. એ ગરીબાઈમાં તે ઉછર્યા હતા. ફાર્બસ પાસે રહેતી વખતે તેમને રૂ. ૧૫૦/-વાર્ષિક પગાર આપવાનું જણાવ્યું હતું ત્યારે તેઓ કેવા ખુશ ખુશ થયા હતા, એ આપણે જાણીએ છીએ. આવી પરિસ્થિતિમાં સરકારી નોકરી મુકવાને કણ લલચાય. સામાન્ય પુરૂષનું એ ગજું જ નહિ, પણ એમના હિતચિંતક ફ઼ોર્બસને પત્ર એ નોકરી લેવા લખાઈ આવ્યો કે તુરત જ એમણે મિ. કર્ટિસને લખી જણાવ્યું હતું: સ્વદેશનું શુભ ચાહીને, આવીશ અમદાવાદ, સોસાઈટીને સેવવા, બાર તેર દિન બાદ.”

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300