Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૪૬
6
પંડિત વગમાં મૂકી શકાય; પણ સામાન્ય માહિતીપુરતું તે જ્ઞાન સારું હતું એમ તો ખરું જ. ભૂત નિબંધ’માં લખેલી પ્રસ્તાવનામાં તેમણે જણાવ્યું છે કે “ મેં બાળપણથી કમકાંડના ગ્રન્થ સહિત સામવેદનો અભ્યાસ કર્યાં છે, તથા કાંઈક પુરાણા પણ વ્યાકરણ ભણવાથી વાંચવામાં તથા સાંભળવામાં આવ્યાં છે.”× અને એ એમનું જ્ઞાન કેટલું પાર્ક હતું અથવા તે એમની સ્મરણ શક્તિ કેટલી તેજસ્વી હતી તેનું એક ઉદાહરણ કાશીશ કરે એમના દલપતરામ ” ચિત્રમાં આપ્યું છે:
66
66
• એક વખતે ( કવિ દલપતરામ ૬૫ વર્ષના આશરે હતા ) ભોગાવાને કાંઠે સઘળા શ્રીમાળી બ્રાહ્મણેા ઉપવિત બદલવાને એકત્ર થયા હતા અને આચાર્યશ્રીએ કામ કઈ શરૂ કર્યું ન કરવું એવામાં વરસાદના ફેારાં પડવા માંડયાં. આચાર્ય શ્રી પોતે પાથીમાંથી વાંચીને સઘળી ક્રિયા કરાવતા હતા, તે પર પાણીનાં ટીપાં પડવા માંડયાં એટલે એમણે તે વાંચવાનું બંધ કરી, તે પોથીનાં પાનાંને ભૂંગળામાં ધાવ્યાં; અને સવ કાર્ય અટકી પડયુ. આ પરિસ્થિતિમાં કવિ દલપતરામે કામ બંધ પડેલું જાણી અને હવે વરસાદના ચાલુ છાંટામાં પુસ્તક કાઢી શકાય એવું નથી એમ સમજવામાં આવ્યાથી કામ અધુરૂં રહી અટકેલું ત્યાંથી આગળ ચલાવવાની પેાતાને પરવાનગી મળવા વિનંતિ કરી. આચાય સાથે આખી બ્રાહ્મણ મંડળીએ તેમાં ખુશીથી સંમતિ આપી, એટલે તેમણે મોઢેથી એક પણ અક્ષરની ભૂલ ખાધા સિવાય સઘળું કામ કરાવ્યું. આથી બ્રહ્મમંડળ અતિ પ્રસન્ન થયું. આટલી મેાટી ઉમ્મરે અને આટલાં બધાં વર્ષો વીત્યા પછી એક એક અક્ષર આપણે ભૂલી જઇએ, પણ આ પુરુષ તે તે વખતે ગજન્મ જ કર્યો. ”
તે સમયે વ્રજ ભાષાનું જ્ઞાન સર્વત્ર સન્માન્ય થઈ પડતું અને કવિની એ ભાષામાં કુશળતા જાણીતી છે; તેમ પિંગળમાં પણ તે ઉંડા ઉતર્યાં હતા, એ એમને પિંગળ ગ્રંથ જ કહી આપે છે. સન ૧૮૫૮ ના બુદ્ધિપ્રકાશમાં એમણે “ ભૂજમાં કવિતાની શાળા, ” એ નામના એક લેખ લખેલા છે, તેમાં પિંગળ ગ્રંથાની યાદી આપેલી છે, તે એ વિષયપરના પ્રાચીન સાહિત્યની દષ્ટિએ ઉપયાગી છે અને એમ અનુમાન કરી શકાય
59
* ભૂત નિબંધ, પૃ. ૭.
* જીએ દલપતરામ ચિરત્ર, પૃ. ૧૩ર.