Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
દુ:ખ થયું હતું. સર્વ શાળાના નિશાળીઆઓનું સરઘસ કાઢી, રાવબહાદુર માટે જય જય નાદ કરી, એમના પર પૃષ્પવૃષ્ટિ કરી હતી. એમના માટે સૈને પ્રેમાદર હતું. એથી એમને વિયોગ થતાં, સેને દુઃખ થયું હતું. એમની યાદગીરી રાખવા એક ફંડ કરવામાં આવ્યું હતું, જેનો વ્યય દેશી કારીગરીને ઉત્તેજન આપવામાં કરવાનો હતો.”
અંતમાં શ્રીયુત નરસિંહરાવભાઈને શબ્દોમાં જણાવીશું કે, અત્યારે સ્મરણ પટમાં એ સમર્થ મૂર્તિ, સાદાઈને અવતાર રૂપ, તીક્ષ્ણ બુદ્ધિના તેજથી તેજસ્થી, સદા આનંદ ભરી, કરાઈ રહી છે, તે ઉપર માન, નેહ, આદર, ઇત્યાદિ ભાવોની રંગ છાયા પડતાં, એ સાવ થઈ હૃદયને અપૂર્વ ઉલ્લાસ આપે છે.”
• લોક હિતવાદી; પૃ. ૪૨. - ' + સ્મરણ મુકર, . પપ.