Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૩૩
પહેલા છે, તેમ લાયકાત, કાર્યદક્ષતા, બહાશીની દૃષ્ટિએ અને વિદ્યાર્થીઓની પ્રીતિ સંપાદન કરવામાં પણ અગ્રસ્થાન લે છે.
હિન્દીએમાં તે સમયે ઇંગ્રેજી અધિકારીઓ સાથે ભળીને કામ કરી શકે એવી બૂજજાજ વ્યક્તિએમાંના તેઓ એક હતા; અને એમની સલુકાઇથી અને કનિષ્ઠાથી, એક શિક્ષક તરીકે એમના વિદ્યાર્થીઓની પ્રીતિ મેળવ્યા ઉપરાંત, એમણે શહેરીને ચાહ સારી રીતે સંપાદન કર્યાં હતા; અને સન ૧૮૫૩ માં કાઠિયાવાડમાં કેળવણી ખાતુ સ્થાપવા એમને સરકાર તરથી મેકલવાનું નક્કી થયું ત્યારે, અમદાવાદના આગેવાન ગૃહસ્થાએ મી. ફૅાસને ખંગલે મળીને એમને કોઈ પણ રીતે જાહેર માનપત્ર અપાય એવી ગોઠવણ થવા ઇચ્છા દર્શાવી હતી; કેમકે સરકારી નાકરાને એવી રીતે માનપત્ર લેવાની મનાઈ છે; પણ એમના કેસમાં, શહેરી તરફથી ચાગ્ય નિવેદન જતાં, અપવાદ કરી એ એફ એજ્યુકેશને ભાગીલાલભાઇને લખી જણાવ્યું હતું કે, “જો તમને અનુકૂળ હોય તેા અમદાવાદની પ્રજાનું માનપત્ર સ્વીકારવાને તથા તે વર્તમાનપત્રામાં પ્રસિદ્ધ થવાને અમને કંઇ વાંધાભરેલું જણાતું નથી. તે માટે મેં સાષ જાહેર કરે છે; કારણ કે તે માનપત્ર માટે તમે પૂરેપૂરા યોગ્ય છે.”
એમના વિદ્યાર્થીએ પણ એમનું સ્મારક કરવા રૂ.૪૦૦) ઉધરાવ્યા હતા; અને તે રકમનાં પુસ્તકા ખરીદ કરીને સેાસાઇટીના અંગની નેટિવ લાઇબ્રેરીને તે સોંપ્યાં હતાં.
વળી વિદ્યાર્થી પર એમને પ્રભાવ કેવા પડતા અને તે એમને કેટલા બધા માન અને પૂજ્ય ભાવથી જોતા તેનું એક દૃષ્ટાંત અગાડી “ ડાયણ વિષેના નિબંધ ”માંથી ખુશાલરાય સારાભાઇનું આપ્યું છે જ.
અમદાવાદમાં એમણે અંગ્રેજી કેળવણીનેા પાયા નાંખ્યા તેમ કાઠિયાવાડમાં અને વડાદરામાં કેળવણીનાં ખીજ વૈયાં હતાં. એ પ્રદેશમાં કેળવણીની શરૂઆત કરવાનું માન એમને છે. વાદરામાં એમની નિમણુંક થઇ તે અગાઉ કેળવણી માટે કશી ત્યાં વ્યવસ્થા નહાતી.× તે વખતે સુભાગ્યે એમના સહાધ્યાયી દાદાભાઈ નવરાજજી વડાદરા રાજ્યના દિવાનપદે હતા, તેમની એ કામાં એમને સારી સહાયતા મળી હતી. એમનું એ કા એટલું ફતેહમંદ અને યશસ્વી જણાયું હતું કે તેની કદરસનાસીમાં વડાદરા રાજ્યમાં કાઇ પણ નાકરને પેન્શન આપવાના રિવાજ નથી તેમ છતાં નામદાર સયાજીરાવ સરકારે તેમને માસિક રૂ. ૧૫૦) નું પેન્શન” રા.સા. ભાગીલાલ ચરિત્ર. - જીએ દંલપતરામના ગુર્જરી વિલાપ ’.